Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-દાહોદ હાઈવે પર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ:ફાયર વિભાગ પહોંચ્યું, શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

    4 days ago

    ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દાહોદ હાઈવે પર પ્રભા રોડ નજીક સ્થિત આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ગોધરાના વ્યસ્ત ગણાતા દાહોદ હાઈવે વિસ્તારમાં આવેલું આ બે માળનું બિલ્ડિંગ છે. આ કોમ્પ્લેક્સમાં યુકો બેન્ક અને શ્રીરામ ફાયનાન્સ જેવી પ્રતિષ્ઠિત ખાનગી કચેરીઓ કાર્યરત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ હાલ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ તરફ ઈશારો કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'અફવા ફેલાવનાર અરાજકતા ફેલાવે છે'ના વડોદરામાં બોર્ડ લાગ્યા:માંજલપુરના MLA યોગેશ પટેલે બેનર લગાવડાવ્યા, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી
    Next Article
    જામનગરમાં યુવાનો પર ફાયરિંગ-હુમલો: 6 આરોપી ઝડપાયા:દેશી કટ્ટા, જીવતા કાર્ટીસ, કાર સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment