Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર'નો ડોંગા ધ્રુવ રાઠી પર ભડક્યો:યુટ્યુબરે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી હતી, નવીન કૌશિકે ફિલ્મને નફરતનું સાધન ન બનાવવાની સલાહ આપી

    4 days ago

    યુટ્યુબર ધ્રુવ રાઠીએ તાજેતરમાં 'ધુરંધર 2'ને પ્રોપગેન્ડા ફિલ્મ ગણાવી છે. તેના પર 'ધુરંધર'માં 'ડોંગા'નું પાત્ર ભજવનાર એક્ટર નવીન કૌશિક નારાજ થઈ ગયો છે. તેણે યુટ્યુબરની ઝાટકણી કાઢી છે. 'જીવનનું દરેક પાસું રાજકારણ સાથે જોડાયેલું છે' નવીન કૌશિકે કહ્યું કે, 'જીવનનું દરેક પાસું રાજકારણ સાથે જોડાયેલું છે, ભલે તે રાષ્ટ્રીય રાજકારણ હોય કે પરસ્પર સંબંધો. કોઈ પણ સારી ફિલ્મ કોઈ ને કોઈ પ્રકારની વિચારધારાને ચોક્કસપણે દર્શાવશે.' 'ફિલ્મને નફરતનો સ્ત્રોત ન બનાવો' તેણે આગળ કહ્યું કે, 'ફિલ્મને નફરત ફેલાવવાનું સાધન ન બનાવવું જોઈએ. દરેક પાસે બોલવાની આઝાદી છે, હું ચર્ચા કરી શકું છું. પરંતુ ફિલ્મને નફરતનો સ્ત્રોત ન બનાવો. ફિલ્મ છે, તેને ફિલ્મના પ્રવાહમાં જુઓ અને આનંદ લો.' નવીન કૌશિકે યુટ્યુબ ચેનલ 'હિન્દી રશ'ને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતો કહી. ધ્રુવ રાઠીએ ફિલ્મને 'બકવાસ' ગણાવી વિવાદની શરૂઆત યુટ્યુબર ધ્રુવ રાઠીના એક વીડિયોથી થઈ, જેમાં તેણે ડિરેક્ટર આદિત્ય ધરને 'ભાજપ પ્રચારક' ગણાવ્યો. ધ્રુવે સોશિયલ મીડિયા પર લખ્યું, 'મેં 3 મહિના પહેલા જ આદિત્ય ધરને પ્રોપગેન્ડા કરનાર કહ્યા હતા.' 'છેલ્લી ફિલ્મમાં આ હળવું હતું, પરંતુ આ વખતે તેઓ ઓવરકોન્ફિડન્સમાં ખુલ્લેઆમ બોલી ગયા છે. સારી રીતે બનાવેલો પ્રોપગેન્ડા ખતરનાક હોય છે, પરંતુ આ ફિલ્મ તો સારી રીતે બની પણ નથી.' પહેલા પણ આલોચના કરી ચૂક્યો છે ધ્રુવ રાઠી આ પહેલીવાર નથી, જ્યારે આદિત્ય ધરની ફિલ્મ પર પ્રશ્નો ઉઠ્યા હોય. ગયા વર્ષે ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી 'ધુરંધર'ના પહેલા ભાગને પણ ધ્રુવ રાઠીએ 'ખોટો અને વાહિયાત પ્રોપગેન્ડા' ગણાવ્યો હતો. તે સમયે પણ તેણે આદિત્ય ધર પર જૂઠ વેચવાનો આરોપ લગાવ્યો હતો. 5 દિવસ અને 800 કરોડથી વધુની કમાણી પ્રોપગેન્ડાના આરોપો અને ટીકાઓ છતાં ફિલ્મની કમાણીની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ભારતમાં ફિલ્મે 5 દિવસમાં 519.12 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે એટલે કે સોમવારે ભારતમાં 65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને ફિલ્મ 'છાવા' અને 'પીકે'ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    બાદશાહે ચોરી છૂપે બીજા લગ્ન કરી લીધા:'નવાબઝાદે' ફેમ એક્ટ્રેસ ઈશા રિખી સાથે સાત ફેરા લીધા; સાસુએ લગ્નના ફોટો શેર કર્યાં
    Next Article
    દેશમાં પહેલી વખત ઈચ્છામૃત્યુ મેળવનાર હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ:13 વર્ષથી કોમામાં હતા, સુપ્રીમ કોર્ટે 13 દિવસ પહેલા આપી હતી મંજૂરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment