Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાદશાહે ચોરી છૂપે બીજા લગ્ન કરી લીધા:'નવાબઝાદે' ફેમ એક્ટ્રેસ ઈશા રિખી સાથે સાત ફેરા લીધા; સાસુએ લગ્નના ફોટો શેર કર્યાં

    4 days ago

    બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહ હાલમાં તેના ગીત 'ટટીરી'ને લઈને વિવાદમાં છે. વિવાદ વચ્ચે બાદશાહે ચોરી છૂપે પંજાબી એક્ટ્રેસ સાથે બીજા લગ્ન કરી લીધા છે. બાદશાહે બોલિવૂડ ફિલ્મ 'નવાબઝાદે' ફેમ એક્ટ્રેસ અને મોડલ ઈશા રિખી સાથે અંગત અને ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે. અહેવાલો અનુસાર બાદશાહ અને ઈશા છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાં. બ્રાઉન શેરવાની અને પરંપરાગત પંજાબી સૂટ વાસ્તવમાં એક્ટ્રેસ ઈશા રિખીના માતા પૂનમ રિખીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પૂનમ રિખીએ શેર કરેલા ફોટો અને વીડિયોમાં બાદશાહ અને ઈશા ફેરા ફરતા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક વીડિયોમાં બંને વરમાળા પહેરાવી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે ખાટી-મીઠી રમૂજી ક્ષણો પણ જોવા મળી રહી છે. ફોટોમાં બાદશાહ ગોલ્ડન કલરનો સાફો અને બ્રાઉન કલરનો કુર્તા-પજામા પહેરેલો જોવા મળી રહ્યો છે. જ્યારે ઈશા રિખીએ સુંદર લાલ રંગનો પરંપરાગત પંજાબી સૂટ પહેરેલો છે. ઈશાએ સોનાનો હાર, જુમખા, માથે ટીકો અને હાથમાં લાંબા કલીરે પહેરેલા છે. અન્ય એક ફોટોમાં બંને લિફ્ટમાં ઊભા છે, જ્યાં ઈશાએ સેંથો પૂરેલો છે. સાસુએ ફોટો શેર કરતા પોલ ખુલી અન્ય ફોટોમાં બાદશાહે ફુલોની પ્રિન્ટવાળો લીલા રંગનો કુર્તો અને સફેદ પટિયાલા પજામા પહેર્યો છે, જ્યારે ઈશાએ ગ્રીન અને મરૂન આઉટફિટ પહેરેલું જોવા મળી રહી છે. અન્ય એક ફોટોમાં બાદશાહ જાંબલી રંગના કુર્તામાં અને ઈશા પીળી અને કેસરી રંગની ઓમ્બ્રે ઇફેક્ટવાળી સાડી પહેરેલી જોવા મળી રહી છે. જેથી આ ફોટો બંનેની પીઠી અને મહેંદીના હોવાનો ચાહકો અનુમાન લગાવી રહ્યા છે. ઉપરાંત બંનેના સ્વજનો સાથેના કેટલાક ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, બાદશાહ અને ઈશાએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ સાસુ પૂનમ રિખીએ બંનેના ફોટો અને વીડિયો શેર કરીને લખ્યું, 'ભગવાન તમને આશીર્વાદ આપે.' આ પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કોણ છે ઈશા રિખી? 'ધ ટ્રિબ્યુન'ના એક અહેવાલ મુજબ, ઈશા રિખી ચંદીગઢની રહેવાસી છે અને તેણે પંજાબી ફિલ્મ 'જટ બોયઝ પુત જટ્ટન દે'થી ડેબ્યૂ કર્યું હતું. તેણે વરુણ ધવન, રાઘવ જુયાલ અને પુનિત પાઠક સ્ટારર ફિલ્મ 'નવાબઝાદે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ઈશા પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે મોડલિંગની દુનિયામાં પણ ખૂબ જાણીતું નામ છે. તે પંજાબી સિનેમાની સૌથી હિટ ફિલ્મોમાંની એક 'જટ જુલિયટ'માં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે 'હેપી ગો લકી' અને 'અરદાસ' જેવી ફિલ્મો અને અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં એક્ટિંગ કરી છે. બાદશાહ એક દીકરીનો પિતા છે નોંધનીય છે કે, બાદશાહે અગાઉ જેસ્મિન મસીહ સાથે 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેના ઘરે 2017માં દીકરી જેસ્મી ગ્રેસ મસીહ સિંહનો જન્મ થયો હતો. જોકે, 2020માં બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. છૂટાછેડા અંગે અગાઉ બાદશાહે 'પ્રખર કે પ્રવચન' પોડકાસ્ટમાં કહ્યું હતું કે, 'અમે બંનેએ બધું જ અજમાવી લીધું. અમારી પાસે જે કંઈ પણ હતું, તે બધું અમે આપી દીધું. જો કે, અંતે અમે અલગ થઈ ગયા કારણ કે તે મારી દીકરી માટે યોગ્ય નહોતું. હું મારી દીકરીને મળવા આવું છું, પરંતુ અવારનવાર મળી શકાતું નથી કારણ કે તે લંડનમાં રહે છે.' દીકરીના જન્મ પહેલા બાળકો પસંદ નહોતા 2018માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન બાદશાહે કહ્યું હતું કે, 'મને પહેલા ક્યારેય બાળકો પસંદ નહોતા. હું તેમને એક પ્રકારની નફરત કરતો હતો. હું માત્ર તેમને પસંદ નહોતો કરતો. પરંતુ મારી દીકરીના જન્મ પછી બધું બદલાઈ ગયું અને મેં હવે બાળકોને પ્રેમ કરવાનું શરૂ કર્યું. હવે જ્યારે બાળક રડે છે, ત્યારે હું તેને કોઈક રીતે શાંત કરવાનો પ્રયાસ કરું છું.' બાદશાહે કહ્યું- ‘હું મારી દીકરી માટે કંઈ પણ કરી શકું છું. હું પિતા બનવાની લાગણી વર્ણવી શકતો નથી. મને લાગે છે કે આ લાગણીઓને સમજવા માટે તમારે પિતા બનવું પડશે. તે (જેસી) મારી આખી દુનિયા છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું તેના માટે કંઈ પણ કરી શકું છું.’
    Click here to Read More
    Previous Article
    Harish Rana Death LIVE : हरीश राणा का निधन, 13 साल से थे कोमा में | Harish Rana Euthanasia
    Next Article
    'ધુરંધર'નો ડોંગા ધ્રુવ રાઠી પર ભડક્યો:યુટ્યુબરે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી હતી, નવીન કૌશિકે ફિલ્મને નફરતનું સાધન ન બનાવવાની સલાહ આપી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment