Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠિયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:નવીન શિક્ષિકા ભાવનાબેન પટેલ ભોજન દાતા બન્યા

    5 days ago

    મહેસાણા તાલુકાની છઠિયારડા પ્રાથમિક કુમાર શાળામાં નવીન નિમણૂક પામેલા શિક્ષિકા ભાવનાબેન અંબાલાલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ ભોજનનો આનંદપૂર્વક લાભ લીધો હતો. શાળાની સવારની પ્રાર્થના સભામાં આચાર્ય જયપ્રકાશ સથવારાએ તિથિ ભોજનના દાતા શિક્ષિકા ભાવનાબેન પટેલનું સન્માન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને "અન્નદાન એ મહાદાન"નું મહત્વ સમજાવ્યું અને ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ભાવનાબેન પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાપી મનપા ચૂંટણી:1.13 લાખથી વધુ મતદારો આખરી મતદાર યાદી જાહેર, 13 વોર્ડમાં 122 બૂથ
    Next Article
    સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય:ગઇકાલે અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, ડોલચામાં પેટ્રોલ ભેગું કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment