Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપા ચૂંટણી:1.13 લાખથી વધુ મતદારો આખરી મતદાર યાદી જાહેર, 13 વોર્ડમાં 122 બૂથ

    5 days ago

    વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીમાં કુલ 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જાહેર કરાયેલી યાદી મુજબ, 60,492 પુરુષ મતદારો, 52,600 મહિલા મતદારો અને 3 અન્ય મતદારો નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે પુરુષ મતદારોનું વર્ચસ્વ છે. મનપાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીના જણાવ્યા અનુસાર, વિધાનસભાની યાદી મુજબ જ વોર્ડવાર વિભાજન કરવામાં આવ્યું છે. નવા સીમાંકન બાદ વાપીમાં ભળેલા 11 ગામોના 43,000 જેટલા નવા મતદારો આ વખતે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જૂના વાપી નગરપાલિકા વિસ્તારના 70,000 મતદારોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર દ્વારા કુલ 122 મતદાન મથકોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 12,707 મતદારો નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 11 માં સૌથી ઓછા 5,475 મતદારો છે. વોર્ડ નંબર 5 માં 11,375 મતદારો છે. આ મતદાર યાદીના આધારે આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા વધુ વેગ પકડશે અને લોકશાહીના આ પર્વ માટેની તૈયારીઓ આગળ વધશે.
    Click here to Read More
    Previous Article
    સુરતના યુવકે CA બનવા બિલાના શરબતની લારી લગાવી:ફાઈનલની ફી ભરવા બેલ રસ વેચવા નીકળ્યો, પિતાને ફ્રુટ વેચવામાં મદદની સાથે CA ઇન્ટરમીડિએટ પાસ કર્યું
    Next Article
    છઠિયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:નવીન શિક્ષિકા ભાવનાબેન પટેલ ભોજન દાતા બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment