Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય:ગઇકાલે અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, ડોલચામાં પેટ્રોલ ભેગું કર્યું

    1 week ago

    ગઇકાલે(23 માર્ચ) રાજ્યમાં એક અફવા ઉડી કે પેટ્રોલ પંપ બંધ થઈ જશે, બસ પછી શું?. ગાંડરિયા પ્રવાહની જેમ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોના થપ્પેથપ્પા થવા લાગ્યા. કુકર,બરણી, દૂધનું કેન, ડોલ, બેરલ, કેરબા, ડોલચુ લોકોના હાથમાં જે આવ્યું એ લઈ દોડ્યા અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર પેનિકની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ તો એવી સર્જાઈ કે નોટબંધી અને કોરોનાની યાદો તાજી થઈ ગઈ. અફરાતફરી સર્જાતા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ અને લોકોને આશ્વાસન આપ્યું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે પણ સરકારના આશ્વાસન બાદ પણ લોકોએ ગાંડપણ ચાલું રાખ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી. ગઇકાલ બાદ આજે રાજ્યમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ગઇકાલની સ્થિતિએ પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની ભીડ કે અવ્યવસ્થા જોવા મળતી નથી અને સ્થિતિ કાબૂમાં છે અને લોકોને ખપ પૂરતુ પેટ્રોલ પણ મળી રહ્યું છે. ગઇકાલે ગુજરાતના શહેરો તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોએ માઝા મૂકી હતી. જબરદસ્ત પેનિકની સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કર પણ એક જવાબદાર મીડિયા તરીકે લોકોને અપીલ કરી રહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે, તેથી નાગરિકોએ બિનજરૂરી પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી જોઇએ નહીં અને વાહનોમાં ખપ પૂરતુ જ પેટ્રોલ પુરાવવું જોઇએ. ગઇકાલે પેટ્રોલ પંપ પર સર્જાયેલી પેનિકની સ્થિતિની કેટલી તસવીરો
    Click here to Read More
    Previous Article
    છઠિયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:નવીન શિક્ષિકા ભાવનાબેન પટેલ ભોજન દાતા બન્યા
    Next Article
    Bengaluru traffic police launch crackdown after doctors arrested for reckless riding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment