Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રામોત્સવ કાર્યક્રમનું આયોજન:સામાજિક સમરસતા જેવા વિષયો પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું

    5 days ago

    જિલ્લા કર્ણાવતી ભાગવત વિભાગ અને ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતૃશક્તિ દ્વારા સત્સંગ સ્વરૂપે યોજાયો હતો. આ સત્સંગમાં ઉત્તર ગુજરાત પ્રાંત સહસંયોજિકા ચંદ્રિકાબેનનું વક્તવ્ય રહ્યું હતું. તેમની સાથે ભાગવત વિભાગના માતૃશક્તિના સંયોજિકા રંજનબેન, નારણપુરા જિલ્લા માતૃશક્તિ સંયોજિકા હેતલબેન પરી, નારણપુરા જિલ્લા સહસંયોજિકા જ્યોતિબેન, નીતાબેન, નેહાબેન અને અન્ય બહેનો પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રામના ભજન, હનુમાન ચાલીસા અને કૃષ્ણના ભજન ગાવામાં આવ્યા હતા. બહેનો દ્વારા આધ્યાત્મિક વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું. વક્તવ્યમાં કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા જેવા વિષયો પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું કુમકુમ તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP મેદાને:રાજકોટ મનપાના 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું
    Next Article
    સુરતમાં 32 વર્ષીય યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ:પુત્રની હાલત જોઈ માતાએ પણ ઝેર ગટગટાવ્યું, કાપડ વેપારી બાકી નીકળતા 3 કરોડ નાણા ન ચુકવતા તેની સામે જ પગલું ભર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment