Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP મેદાને:રાજકોટ મનપાના 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું

    5 days ago

    આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં 460થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. યાદીમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની કુલ 72 બેઠકો પૈકી 20 મહત્વની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ આગામી ચૂંટણીનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ આજે(24 માર્ચ) 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની કુલ 72 પૈકી 20 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. લિસ્ટમાં વોર્ડ નંબર 4ના તમામ 4, વોર્ડ નંબર 5ના 3, વોર્ડ નંબર 6ના 3, વોર્ડ નંબર 18ના 2, વોર્ડ નંબર 17ના 2, વોર્ડ નંબર 8ના 2, વોર્ડ નામ 1ના 2, વોર્ડ નંબર 14ના 1 અને વોર્ડ નંબર 9ના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. 4, 5 અને 6 વોર્ડના આપના ઉમેદવાર જાહેર આપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં વોર્ડ નં.4માં રિધ્ધિ મેતરીયા, જગાણી અવની કૈલાશભાઈ, રાબડીયા હાર્દિક કાંતિલાલ અને ભુવા રાહુલભાઈ જયંતિલાલ એમ ચારેય બેઠકો પર ઉમેદવાર જાહેર કરી રણનીતિ સ્પષ્ટ કરી છે. જ્યારે વોર્ડ નંબર 5માં અજાણી નીતાબેન, દુધાગરા અશોકભાઈ મેપાભાઈ, ભદાણીયા જયદીપ હમીરભાઈના નામ જાહેર કરાયા છે. વોર્ડ નંબર 6 માં રમણી કુલદીપ પ્રવિણભાઈ, પારધી મંજુલાબેન અને જગાણી નરેન્દ્રભાઈ ધીરુભાઈને ટિકિટ આપવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નંબર 18 માં રાજેશ વિઠ્ઠલભાઈ ડંગારીયા અને સુરજ બગડા, વોર્ડ નંબર 17 માં પીપળીયા વિનોદભાઈ અને નૈયા પ્રણવ કમલેશભાઈ, વોર્ડ નંબર 8 માં દિનેશભાઈ જોષી અને શિવલાલ બરાસીયા, તેમજ વોર્ડ નંબર 1માં પાણખણીયા ગૌરીબેન અને કણજારીયા વાલજીના નામની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 14 માં ગોહેલ શીતલબેન અને વોર્ડ નંબર 9 માં ચૌહાણ લાલજીભાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાટીદારોના વિસ્તારો પર 'આપ'નું ફોક્સ વધારે રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી છેલ્લા 6 માસથી સતત લોકસંપર્ક કરી રહી છે. ખાસ કરીને પાટીદારોના વિસ્તારો ઉપર 'આપ'નું ફોક્સ વધારે જોવા મળી રહ્યું છે. આજે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં મહિલાઓ અને યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. 'આપ'નાં શિવલાલ બારસિયા અને રાહુલ ભુવા અગાઉ પણ આમ આદમી પાર્ટી તરફથી મનપાની ચૂંટણી લડી ચુક્યા છે. જ્યારે દિનેશ જોશી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. આમ અનુભવી ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો ભાજપ-કોંગ્રેસને ભારે પડે તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી. ‘હું પાર્ટી શીર્ષ નેતૃત્વનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું’ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં 'આપ'નાં વોર્ડ 18નાં ઉમેદવાર સુરજ બગડાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પ્રદેશ નેતૃત્વ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી તે બદલ હું પાર્ટી શીર્ષ નેતૃત્વનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારી સાથે જ વોર્ડ નંબર 18 માં રાજેશભાઈ ડાંગરીયાની પણ પસંદગી કરવામાં આવેલી છે. અમે વોર્ડની જનતા અને પાર્ટીને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે એમના વિશ્વાસ પર કાયમ ખરા ઉતરશું. સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધવાની શક્યતા ઉલ્લેખનીય છે કે, આ યાદી પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તમામ ઉમેદવારોને પક્ષ તરફથી અગ્રીમ જીત માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ વહેલી યાદી જાહેર કરીને અન્ય રાજકીય પક્ષો સામે ચૂંટણી પ્રચારમાં લીડ મેળવવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં જે રીતે વોર્ડ દીઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તે જોતા આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:રમણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા પ્રથાઓ અંગે ટિપ્પણી, અધ્યક્ષની સીધું સંબંધોન કરવા સૂચના
    Next Article
    અમદાવાદમાં રામોત્સવ કાર્યક્રમનું આયોજન:સામાજિક સમરસતા જેવા વિષયો પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment