Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા સુરત મનપાની ફૂલ તૈયારી:મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાને, તાપી નદીના કિનારાની સાફસફાઈ કરાવી

    4 days ago

    સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતનો દબદબો જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. મનપા કમિશનર એમ. નાગરાજન પોતે સવારના વહેલા પહોરમાં શહેરના વિવિધ વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરી રહ્યા છે. આજે તેમણે તાપી નદીના કિનારે અને શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં સફાઈ કામગીરીની સમીક્ષા કરી તંત્રને વધુ ગતિશીલ બનાવ્યું છે. નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓ સુરતની જીવાદોરી સમાન તાપી નદીની પવિત્રતા અને તેના કિનારાની સ્વચ્છતા કમિશનરના એજન્ડામાં ટોચ પર છે. કમિશનરે તાપી નદીના કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં જમા થયેલા કચરા તેમજ નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓ આપી હતી. નદી કિનારે લોકો દ્વારા કચરો ન ફેંકાય તે માટે જનજાગૃતિ લાવવા અને સતત મોનિટરિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો સુરતનું ગૌરવ ગણાતી ઐતિહાસિક ચોપાટી નેહરુ ગાર્ડન અને તેની આસપાસના વીઆઈપી વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ રોડ પર સફાઈની સ્થિતિ ચકાસવામાં આવી હતી. કમિશનરે આ વિસ્તારોમાં ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો હતો. રસ્તાઓ પરથી ધૂળ દૂર કરવી, ફૂટપાથની સફાઈ અને ગાર્ડનની જાળવણી બાબતે તેમણે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોવાથી ત્યાં સફાઈનું સ્તર ઉચ્ચ કક્ષાનું રાખવા જણાવાયું છે. તમામ ઝોનલ ઓફિસરો એલર્ટ મોડ પર સ્વચ્છતા સર્વેક્ષણની કેન્દ્રીય ટીમ ટૂંક સમયમાં સુરતની ઓચિંતી મુલાકાત લઈ શકે છે. આ ટીમ દ્વારા જાહેર શૌચાલયો, રસ્તાઓ, કચરાનો નિકાલ અને શહેરના બ્યુટીફિકેશનના આધારે ગુણ આપવામાં આવે છે. આ વખતે સ્પર્ધા વધુ કડક છે, ત્યારે કમિશનર એમ. નાગરાજન કોઈ પણ પ્રકારની કચાસ છોડવા માંગતા નથી. તેમણે તમામ ઝોનલ ઓફિસરોને એલર્ટ મોડ પર રાખ્યા છે.
    Click here to Read More
    Previous Article
    3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીને PNGના નેટવર્કમાં સમાવાશે:કોમર્શિયલ LPGની 10થી વધારીને 25 ટકાની ફાળવણી કરાઈ, રાજ્ય સરકારનો નિર્ણય
    Next Article
    અડિયા શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment