Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીને PNGના નેટવર્કમાં સમાવાશે:કોમર્શિયલ LPGની 10થી વધારીને 25 ટકાની ફાળવણી કરાઈ, રાજ્ય સરકારનો નિર્ણય

    3 days ago

    રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ LPGની ફાળવણી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો પુરતા બફર સ્ટૉક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના વિતરણ પર કોઇ પણ પ્રકારની બાધ નથી, તેથી નાગરીકોને ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન નહી આપવા તેમજ પેટ્રોલપંપની બહાર લાઇન નહીં લગાડવા સરકારની વિનંતી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કે રેશનિંગ નથી. તેથી રાબેતા મુજબની વ્યવસ્થા જાળવી રાખવા અને સરકાર તેમજ ડીલર્સને સહયોગ આપવા સર્વેને સરકારની વિનંતી છે. કોમર્શીયલ LPGની વધારાની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા LPGનો વધારે જથ્થો ઉપલબ્ધ કરાતા તેમજ શહેરી વિસ્તારમાં PNGને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં કોમર્શીયલ LPGની ફાળવણી વધારવામાં આવેલ છે. રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ/ઢાબા, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ વગેરે જેવાં કોમર્શિયલ સિલિન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને PNG કનેક્શનમાં તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશે ગઈકાલે 23 માર્ચ, 2026ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં LPGની રાજય વ્યાપી પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરોકત ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ જયાં PNG Network ઉપલબ્ધ ન હોય ત્યાં હવે નીચે મુજબ ફાળવણી વધારવામાં આવી છે. ઉપરાંત, હવે દરેક જિલ્લામાં અગત્યના એક MSME સેકટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય તેની ઓળખ કરી તેઓને 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશે. અગાઉ નિયત થયેલ કોમર્શીયલ LPGની ફાળવણી નીચે મુજબના ક્ષેત્રો માટે યથાવત રહેશે. (1) ખાનગી તથા સરકારી હોસ્પિટલો 100% મુજબ (2) શૈક્ષણિક સંસ્થાઓ 100% મુજબ તથા (3) રજીસ્ટર્ડ વૃધ્ધાશ્રમો, અનાથ આશ્રમો, અંધજન મંડળો જેવી સંસ્થાઓને તેમજ (4) જે ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા 01 વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોઇ તથા લોકોને નિયમિત ભોજન આપતી હોઇ તેનાં છેલ્લા 06 માસનાં ઉપયોગને ધ્યાને લઇ ૨૫%ની મર્યાદામાં (5) આ સૂચના અનુસાર જીલ્લામાં કોમર્શીયલ એલ.પી.જી ફાળવણી ઉપલબ્ધિ અને જરૂરીયાત મુજબ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ તથા જીલ્લા પુરવઠા સમિતિ દ્વારા કરવામાં આવશે. PNG હશે તો LPG રદ થશે જે પણ કોઈ વપરાશકર્તા LPG તથા PNG બંને ધરાવતા હોઈ તેમના PNG કનેક્શન ચાલુ રાખીને વપરાશમાં આવે તે સુનિશ્વિત કર્યા બાદ LPG કનેકશન O.M.C. દ્વારા Surrender કરાવવામાં આવશે. PNG ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં અપાશે જે વિસ્તારોમાં હાલના સમયે PNG નેટવર્ક મોજૂદ છે તે વિસ્તારોમાં PNG કનેક્શન માટેની પડતર અરજીઓ મંજૂર કરી PNG કંપનીઓ દ્વારા ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં આપવામાં આવશે. ત્યારબાદ L.P.G કનેક્શન O.M.C. દ્વારા સરેન્ડર કરાવવામાં આવશે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ હોય ત્યાં કનેક્શન શરૂ કરાશે જે સોસાયટી/વિસ્તારોમાં PNG કનેક્શન ઉપલબ્ધ હોય તેમજ ગ્રાહકો વાપરી રહેલ હોય, તે સોસાયટી/વિસ્તારોના જે ગ્રાહકો હાલ ઘરેલું તથા કોમર્શિયલ LPG કનેક્શન ધરાવતા હોય પરંતુ PNG મેળવવા માટે અરજી કરી નથી તેઓને CGD (City Gas Distribution) કંપની દ્વારા અરજી કરાવી PNG કનેક્શન શરૂ કરવામાં આવશે. તેમજ LPG કનેક્શન સરેન્ડર કરાવવામાં આવશે. PNGનું કનેક્શન લેવડાવીને LPGનું કનેકશન રદ કરાવાશે જે વિસ્તારોમાં PNG કંપનીઓનું નેટવર્ક હાલમાં મોજુદ છે, પરંતુ તે વિસ્તારમાં કે તેની નજીકમાં જે સોસાયટી નવી બનેલ હોય અથવા છૂટી ગયેલ હોય તેઓની અરજી મેળવી મંજુરી આપી C.G.D. કંપની દ્વારા PNGનું કનેક્શન શરૂ કરાવી O.M.C. દ્વારા LPGનું કનેકશન Surrender કરાવવામાં આવશે. ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ ઉપરોકત કામગીરી કરવા માટે તમામ PNG કંપનીઓ તેમજ O.M.C. દ્વારા ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ કરવામાં આવી રહ્યું છે. નવા PNG કનેકશન આપવાની કાર્યવાહી C.G.D. કંપનીઓ દ્વારા કરવામાં આવશે. અને LPG કનેક્શન સરેન્ડર કરવાની કામગીરી O.M.C. દ્વારા કરવામા આવશે. સમગ્ર પ્રક્રિયા ઉપર કલેકટર તથા જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા દેખરેખ રાખશે. CGD 24 કલાક કામગીરી કરી શકશે CGD (City Gas Distribution)કંપનીને સ્થાનિક સંસ્થાઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કલાકમાં ROW (Right of Way) ની પરવાનગીઓ આપવામાં આવશે તથા તેઓ Right of Way માટેના ચાર્જ વસુલશે નહીં. CGD (City Gas Distribution)ને 24 કલાક કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવશે. હાલ અમદાવાદમાં 1200થી વધુ કોમર્શિયલ કનેકશનો અમદાવાદ શહેરમાં નવા ઘરેલું તથા કોમર્શિયલ PNG કનેકશન આપવાની કામગીરી પ્રાયોરિટીના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદમાં હાલ 1200થી વધુ કોમર્શિયલ કનેકશનો તથા 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક કનેકશનો P.N.G. માં તબદીલ કરવાની કાર્યવાહી અન્ન,નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર, ઓઇલ માર્કેટીંગ કંપનીઓ અને શહેરની ત્રણ CGD (City Gas Distribution) કપનીઓ દ્વારા શરૂ કરાયેલ છે. અમદાવાદામાં 900 સોસાયટીમાં PNG નેટવર્કનો સમાવેશ થશે આગામી 3 માસ દરમિયાન અમદાવાદમાં આશરે 900 સોસાયટીને પણ PNGના નેટવર્કમાં સમાવી લેવામાં આવશે. જેના માટે જરૂરી પરવાનગીઓ આપવામાં આવેલ છે. આવી જ રીતે બીજા શહેરોમાં પણ વધુમાં વધુ PNG કનેકશનો આપવાની કામગીરી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:આ બિલ પેટ્રોલ-ડીઝલ માટે નથી, પણ પેટ્રોલ-ડીઝલથી સળગેલી બહેનો-માતાઓ માટે છે: હર્ષ સંઘવી
    Next Article
    સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા સુરત મનપાની ફૂલ તૈયારી:મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાને, તાપી નદીના કિનારાની સાફસફાઈ કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment