Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડિયા શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી અપાઈ

    3 days ago

    અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મંગળવારે, 24 માર્ચે અડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે ટીબી થવાના લક્ષણો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીબીનું નિદાન ક્યાં કરાવવું અને નિયમિત દવા લેવાથી ટીબી 100 % મટી શકે છે.વધુમાં, નરેશભાઈએ ટીબી સંબંધિત પંક્તિઓ દ્વારા જાગૃતિ સંદેશ આપ્યો હતો. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને કાઉન્સેલિંગ કરીને બીડી છોડવા વિનંતી કરી હતી અને બાળકોને આ સંદેશ ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે બીડી, સિગારેટ જેવા વ્યસનોથી ટીબી થવાનો ભય વધે છે, તેથી ધૂમ્રપાનથી બચવાની પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, સીએચઓ વિધીબેન, ફિહેવ આરતીબેન તેમજ શાળાના આચાર્ય, સ્ટાફગણ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય વિષ્ણુભાઈએ આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા સુરત મનપાની ફૂલ તૈયારી:મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાને, તાપી નદીના કિનારાની સાફસફાઈ કરાવી
    Next Article
    NDPS કેસમાં 2 આરોપીઓને 10 વર્ષની કેદ:વિશાલા ત્રણ રસ્તા પાસેથી 54 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા, બંનેને 2 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment