Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતવાણી:વાણીનો વિવેક રાખો, કડવાશ ટાળવા હળવાશથી બોલો: સાધુ પ્રેમવત્સલદાસજી

    3 days ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતર કરનારા ઉપદેશમાં વાણીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં હંમેશા વાણી સમજી વિચારીને બોલવી જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજીના મતે, વાણી સત્ય, પ્રિય અને મધુર હોવી જોઈએ. તેમણે શીખવ્યું કે, "દરેકની સાથે હળવાથી બોલો, તો કડવાશ નહિ થાય." વાણીનો વિવેક ચૂકાય ત્યારે દુઃખ અવશ્ય આવે છે. આ વાતને સમજાવવા માટે તેમણે એક દ્રષ્ટાંત આપ્યું. જૂના જમાનામાં છરી અને લોખંડના ઓજારોને ધાર કાઢવાનું કામ કરનાર એક સરાણિયો ગામની શેરીમાં બૂમ પાડતો હતો કે, "કાતરની કે છરીની ધાર કાઢવી છે?" ત્યારે એક છોકરાએ મશ્કરી કરતા પૂછ્યું, "અક્કલની ધાર કાઢી આપો છો?" સરાણિયાએ તરત જ જવાબ આપ્યો, "હા, પણ અક્કલ તમારી પાસે હોવી જોઈએ." આ નાની વાત પરથી બંને વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં આવીને ધાર કાઢનારે પેલા યુવાનના માથામાં ઓજાર મારી દીધું, જેના કારણે તેની ખોપરી ફાટી ગઈ અને તેનું મૃત્યુ થયું. સાધુ પ્રેમવત્સલદાસજીએ સમજાવ્યું કે, આ એક નાની વાત હતી જ્યાં વાણીનો વિવેક ચૂકાયો, અને તેના પરિણામે બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ વાણીનો વિવેક રાખવાની શીખ આપે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈનું દિલ દુભાય તેવી વાણી ક્યારેય ન બોલવી જોઈએ. જો આપણે આ સંદેશને જીવનમાં ઉતારીશું, તો ક્યારેય કોઈની સાથે સંબંધ બગડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    MBA ગ્રેજ્યુએટ સાયબર આરોપી બન્યો:સુરતના પિતા-પુત્ર સાથે થયેલી 16 લાખની ઠગાઈમાં આરોપીની ધરપકડ, પોતાના બેંક એકાઉન્ટને સાયબર ગુના માટે આપ્યું
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં ગૌવંશના માંસ કેસ:LCB તપાસમાં વધુ બે આરોપી ઝડપાયા, સ્થળ તપાસ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment