Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBA ગ્રેજ્યુએટ સાયબર આરોપી બન્યો:સુરતના પિતા-પુત્ર સાથે થયેલી 16 લાખની ઠગાઈમાં આરોપીની ધરપકડ, પોતાના બેંક એકાઉન્ટને સાયબર ગુના માટે આપ્યું

    3 days ago

    સુરત શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ઓનલાઇન ગોલ્ડ માઈનિંગ ટ્રેડિંગમાં ઉંચા નફાની લાલચ આપી ફરિયાદીના પિતા સાથે 16,00,000ની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જીવનરશ્મિ રાઉતને તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઉચ્ચ શિક્ષિત MBA ગ્રેજ્યુએટ છે અને હૈદરાબાદમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેણે કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુના માટે કરવા દીધો હતો. નાણાં કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યા પકડાયેલો આરોપી જીવનરશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉત મૂળ ઓડિશાનો વતની છે અને હાલ હૈદરાબાદના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપીએ MBA સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યા હતા. શિક્ષિત હોવાને કારણે તે ટેકનોલોજી અને બેંકિંગ વ્યવહારોથી સારી રીતે વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે નિર્દોષ લોકોને છેતરવા માટે કર્યો હતો. પોલીસ તપાસમાં તેની આ ગુનાહિત માનસિકતા અને શિક્ષણનો દુરુપયોગ સ્પષ્ટપણે બહાર આવ્યો છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. બેંક એકાઉન્ટને ભાડે નાણાકીય ટ્રાન્જેક્શન કરવાની સુવિધા પૂરી પાડી આરોપી પ્રોફેશનલ રીતે બાંધકામ ક્ષેત્રે કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત હતો. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપી વર્ષ 2017થી પોતાનું કરન્ટ એકાઉન્ટ ધરાવે છે. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બાંધકામ ક્ષેત્રે તેને કોઈ મોટા કોન્ટ્રાક્ટ મળતા ન હતા. આર્થિક સંકડામણ અનુભવતા તેણે શોર્ટકટ અપનાવ્યો અને ફાઈનાન્શિયલ ક્રાઈમના રસ્તે ચડી ગયો. કામના અભાવે તેણે પોતાના વ્યવસાયિક બેંક એકાઉન્ટને ભાડે આપી સાયબર ગઠિયાઓને નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પૂરી પાડી હતી, જેના બદલામાં તેને તગડું કમિશન મળતું હતું. ગોલ્ડ માઈનિંગમાં નફાની લાલચ આપી જાળ બિછાવી ઠગબાજોએ ફરિયાદીના પિતાનો સંપર્ક કરી ગોલ્ડ માઈનિંગમાં ટ્રેડિંગ કરવાથી લાખોનો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીઓએ વ્હોટ્સએપ પર એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી હતી. આ લિંક દ્વારા 'BSGC' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ફરિયાદીના પિતાને વિશ્વાસ બેસે તે માટે એપમાં શરૂઆતમાં વર્ચ્યુઅલ પ્રોફિટ પણ બતાવવામાં આવતો હતો. આ રીતે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પદ્ધતિસરનું આયોજન કરી વૃદ્ધ પિતાને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા હતા. 16 લાખ પડાવ્યા બાદ પૈસા વિડ્રો કરવા વધુ નાણાંની માંગણી કરી ફરિયાદીના પિતાએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ 16,00,000 ટ્રાન્સફર કર્યા હતા. તન્વી શર્મા નામની વ્યક્તિની સૂચના મુજબ તેઓ ક્રીપ્ટોકરન્સી બાય-સેલ કરતા હતા, જેમાં તેમને મોટો નફો દેખાતો હતો. જોકે, જ્યારે ફરિયાદીના પિતાએ આ રકમ વિડ્રો કરવાની કોશિશ કરી, ત્યારે ઠગબાજોએ ટેક્સ અને અલગ-અલગ ચાર્જ પેટે વધુ નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા પાછા ન મળતા અને સતત નવી માંગણીઓ થતા ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીના બેંક એકાઉન્ટમાંથી 4.75 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા સુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી જીવનરશ્મિના ICICI બેંકના કરન્ટ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કુલ 4,75,08,351ના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. આ માત્ર એક જ કેસ નથી, પરંતુ તેના એકાઉન્ટ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશના અન્ય રાજ્યો જેવા કે તમિલનાડુ, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ ફરિયાદો નોંધાયેલી છે. આરોપીના એકાઉન્ટનો ઉપયોગ આંતરરાજ્ય સાયબર રેકેટ ચલાવવા માટે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. દુબઈ કનેક્શન અને USDT ટ્રેડિંગની આશંકા પોલીસે આરોપીના મોબાઈલ ફોન અને ટેલિગ્રામ ચેટની તપાસ કરતા આંતરરાષ્ટ્રીય લિંક પણ મળી આવી છે. તેની ચેટમાં દુબઈ સાથેના નાણાકીય વ્યવહારો અને મોટા પાયે USDTના ટ્રાન્જેક્શનની વિગતો જોવા મળી છે. આ ઠગાઈનું નેટવર્ક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પણ વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બાંધકામ વ્યવસાયી કેટલા સમયથી અને કયા વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતો. હૈદરાબાદમાં ઓપરેશન પાર પાડી ધરપકડ કરાઈ સુરત સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તેના નિવાસસ્થાન 'હોલ્માર્ક ટ્રેન્ક્વીલ એપાર્ટમેન્ટ' ખાતેથી તેની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે માત્ર કમિશન માટે પોતાનું એકાઉન્ટ નાસતા ફરતા અન્ય આરોપીઓને આપ્યું હતું. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય સૂત્રધારો અને મુખ્ય માસ્ટરમાઈન્ડને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રેસન્ટ સર્કલમાં અશાંતધારોનો વધુ વિવાદ સામે આવ્યો:અશાંત ધારા હેઠળના વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે જૈન ટ્રસ્ટનો વિરોધ
    Next Article
    સંતવાણી:વાણીનો વિવેક રાખો, કડવાશ ટાળવા હળવાશથી બોલો: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment