Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રેસન્ટ સર્કલમાં અશાંતધારોનો વધુ વિવાદ સામે આવ્યો:અશાંત ધારા હેઠળના વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે જૈન ટ્રસ્ટનો વિરોધ

    3 days ago

    શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી પરમાનંદ હાઉસિંગ સોસાયટીમાં મિલકત ટ્રાન્સફરના એક વિવાદાસ્પદ મુદ્દે શ્રી સીમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, ટ્રસ્ટનો આક્ષેપ છે કે અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, આ અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ એજણાવ્યું હતું કે, શહેરના ક્રેસન્ટ શિશુવિહાર અને મહિલા સર્કલ જેવા વિસ્તારો સનાતની અને જૈન પરિવારોની વસ્તી ધરાવતા કેન્દ્રો છે અહીં ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું પવિત્ર દેરાસર પણ આવેલું છે જેમાં ​પરમાનંદ હાઉસિંગ સોસાયટીના પ્લોટ નં.605/એ-2 અને 605/બી-2 પર નિર્મિત 22 ફ્લેટનું વેચાણ સોસાયટીના પેટા-નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે, આ વેચાણથી સ્થાનિક સમુદાયની ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે છે અને વિસ્તારની શાંતિ જોખમાઈ શકે તેમ છે, ​શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના મતે ધાર્મિક સ્થળની 500 મીટરની ત્રિજ્યામાં આવા ટ્રાન્સફર પર રોક હોવી જોઈએ, આ ​પત્રમાં જણાવ્યું હતું કે, આ મામલે ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ લાવવા અને તપાસ કરવા માંગણી કરાઈ હતી, જેની 2023 માં અશાંત ધારો જાહેર થયા બાદ વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી, અને આ બાબતે રાજ્યના ગૃહમંત્રી, કલેક્ટર, ડી.એસ.પી. અને સ્થાનિક રાજકીય અગ્રણીઓને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે, છતાં પણ ​ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે તાજેતરમાં દ્વારા આ વિવાદાસ્પદ વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:ભાજપના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા, દેશમાં ઉત્તરાખંડ પછી બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું
    Next Article
    MBA ગ્રેજ્યુએટ સાયબર આરોપી બન્યો:સુરતના પિતા-પુત્ર સાથે થયેલી 16 લાખની ઠગાઈમાં આરોપીની ધરપકડ, પોતાના બેંક એકાઉન્ટને સાયબર ગુના માટે આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment