Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારના જંગલમાં ચૈત્રી નવરાત્રિમાં જોવા મળ્યો અદભૂત નજારો:બોરદેવી માર્ગે મંદિરે શીશ ઝુકાવતી સિંહબેલડીએ શ્રદ્ધા પ્રગટ કરી

    2 days ago

    ​હાલ આદ્યશક્તિની આરાધનાનો પર્વ 'ચૈત્રી નવરાત્રિ' ચાલી રહી છે. ભક્તો જ્યારે માતાજીની ભક્તિમાં લીન છે, ત્યારે જૂનાગઢના ગિરનારના ગાઢ જંગલમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. બોરદેવી તરફ જતાં રસ્તા પર આવેલા એક નાના મંદિર પાસે સિંહ બેલડી આવી પહોંચી હતી. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ વનરાજો જાણે દેવીના ચરણોમાં વંદન કરવા આવ્યા હોય તેમ શાંતિપૂર્ણ રીતે મંદિરના ઓટલા પાસે ઉભા રહી શીશ ઝુકાવી રહ્યા છે. ​શ્રદ્ધાળુએ મોબાઈલમાં કેદ કરી દુર્લભ ક્ષણો ​આ આખી ઘટના બોરદેવી મંદિર તરફ જતાં રસ્તા પર બની હતી. ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ અદભૂત દૃશ્યો કેદ કરી લીધા હતા. જંગલના રાજા ગણાતા સિંહો સામાન્ય રીતે માનવ વસ્તી કે વાહનો જોઈને પ્રતિક્રિયા આપતા હોય છે, પરંતુ આ વીડિયોમાં સિંહોની એક અલગ જ ભક્તિમય મુદ્રા જોવા મળી રહી છે. ભક્તો આ ઘટનાને કુદરત અને શક્તિનો અનોખો સંગમ માની રહ્યા છે. ​ગિરનાર સિદ્ધો અને સિંહોની પવિત્ર ભૂમિ ​ગિરનાર એ માત્ર પર્વત નથી, પણ આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. અહીં નવ નાથ, ચોર્યાસી સિદ્ધો, ચોસઠ જોગણીઓ અને બાવન વીરના બેસણાં છે. 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ, ગિરનારના જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે. વનરાજોનો આ વિસ્તારમાં દબદબો છે, છતાં અહીં વન્યજીવો અને માનવીય શ્રદ્ધા વચ્ચે એક અતૂટ તાલમેલ જોવા મળે છે. ​બોરદેવી માર્ગ અને ભક્તોની અવરજવર ​બોરદેવી મંદિર ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો છેલ્લો પડાવ ગણાય છે. અહીં વર્ષભર હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર અવરજવરની છૂટ આપવામાં આવે છે. જોકે ચોમાસાના ચાર મહિના સુરક્ષાના કારણોસર આ રસ્તો બંધ રાખવામાં આવે છે. સિંહોની સતત હાજરીને કારણે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે જેથી વન્યજીવો અને પ્રવાસીઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય. ​આ વીડિયો હાલ સમગ્ર રાજ્યમાં કુતૂહલ અને શ્રદ્ધાનો વિષય બન્યો છે. લોકો કહી રહ્યા છે કે નવરાત્રિના સમયે ગિરનારની પવિત્ર ધરતી પર સિંહોનું આ પ્રકારે મંદિર પાસે આવવું એ કોઈ આશીર્વાદથી ઓછું નથી.
    Click here to Read More
    Previous Article
    RSS ચીફ વૃંદાવનની મુલાકાતે , જીવનદીપ આશ્રમનું લોકાર્પણ કર્યું:ભાગવતે કહ્યું - ધર્મ પરિવર્તન અને ઘૂસણખોરી રોકવી પડશે, સંતોને પગે લાગીને આશીર્વાદ લીધા
    Next Article
    મનપાની ચૂંટણી માટે AAPના 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment