Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી:'ટીબી હારેગા, દેશ જીતેગા' સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પત્રિકાઓ પણ વહેંચાઈ

    4 days ago

    ભરૂચ જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન થયું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે “ટીબી હારેગા, દેશ જીતેગા, ભરૂચ જીતેગા” જેવા સૂત્રોચ્ચાર કરીને લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવી હતી અને જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રતિનિધિ વાય.એમ. માસ્ટરે વિશ્વ ટીબી દિવસનો હેતુ લોકોને રોગ અંગે માહિતગાર કરવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ વર્ષની થીમ ટીબીને જડમૂળથી સમાપ્ત કરવાની છે. માસ્ટરે વધુમાં માહિતી આપી હતી કે ભરૂચ જિલ્લામાં ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન દર મહિને રૂ. 1000ની સહાય અને ન્યુટ્રિશન કીટ પૂરી પાડવામાં આવે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું-મહિલા અધિકારી સેનામાં સ્થાયી કમિશનની હકદાર:આનો ઇનકાર કરવો ભેદભાવ હતો; 23 વર્ષથી કેસ લડી રહી હતી
    Next Article
    પાટણમાં યુથ કોંગ્રેસનો રાંધણ ગેસ મુદ્દે દેખાવ:ભાવ વધારા અને અછત સામે પ્રદર્શન, 8 કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment