Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત સૈનિકની પુત્રીનો દેશપ્રેમ:કારગિલ યુદ્ધની યાદોને અનોખી સ્ક્રેપબુકમાં કંડારી

    1 week ago

    દરેક વ્યક્તિના શોખ અલગ-અલગ હોય છે, પરંતુ વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા બીના ખેમાણીનો શોખ રાષ્ટ્રભક્તિથી તરબતર છે. એક નિવૃત્ત ભારતીય સૈનિકની પુત્રી હોવાના નાતે દેશસેવાના સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે. વર્ષ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ ખેલાયું, ત્યારે બીના ખેમાણીએ તે સમયના અખબારના ફોટા અને માહિતી એકત્રિત કરીને એક અનોખી સ્ક્રેપબુક તૈયાર કરી હતી, જેને તેઓ આજે 26 વર્ષ બાદ પણ પોતાની અનમોલ સંપત્તિની જેમ સાચવી રહ્યા છે. અધૂરી ઈચ્છા છતાં દેશપ્રેમ અકબંધ બીના ખેમાણી પોતે સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા, પરંતુ સંજોગોવશાત તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહીં. છતાં, તેમણે હાર માન્યા વગર સૈનિકો પ્રત્યેના સન્માનને વ્યક્ત કરવા માટે આ અનોખો માર્ગ પસંદ કર્યો. કારગિલ યુદ્ધ દરમિયાન તેમના ઘરે આવતા ‘નવભારત ટાઈમ્સ’ હિન્દી અખબારમાંથી તેમણે યુદ્ધ સંબંધિત તસવીરો, શૂરવીરોની ગાથાઓ અને લશ્કરી કાર્યવાહીની વિગતોના કટિંગ્સ ભેગા કરી આ બુક બનાવી હતી. શહીદોના બલિદાનને સમર્પિત ‘ખજાનો’ આ સ્ક્રેપબુકમાં ભારતીય સેનાના અદમ્ય શૌર્યના દર્શન થાય છે. યુદ્ધ દરમિયાન બીના ખેમાણીની ઈચ્છા વડોદરાની EME હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વીર કેપ્ટન હમીર સિંહ રાઠોડને મળવાની હતી, જે કમનસીબે પૂર્ણ થઈ શકી નહોતી. 26 જુલાઈ 1999ના રોજ વિજય સાથે સમાપ્ત થયેલું આ 60 દિવસનું યુદ્ધ ભારત માટે ગૌરવશાળી ઈતિહાસ છે. બીના ખેમાણી માને છે કે આ માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ સૈનિકોના બલિદાનની જીવંત સાક્ષી છે જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં ટીબીના કેસમાં ઘટાડો:વિશ્વ ક્ષય દિવસ: 94% દર્દીઓ સાજા, કીટ વિતરણ, જાગૃતિ રેલી
    Next Article
    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ; સંગ્રહખોરી પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment