Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ; સંગ્રહખોરી પર પ્રતિબંધ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને કોઈપણ પ્રકારની અછતની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં વહેતી ભ્રામક માહિતીથી પ્રેરાઈને ગભરાવાની જરૂર નથી. અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ટાળવા અને માત્ર જરૂરિયાત મુજબ જ વાહનમાં ઈંધણ ભરાવવા તંત્રએ અનુરોધ કર્યો છે. પ્રજાહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને ખુલ્લા કેન, કેરબા કે અન્ય સાધનોમાં પેટ્રોલ અથવા ડિઝલનું વેચાણ ન કરવા સૂચના અપાઈ છે. ઈંધણ માત્ર વાહનોની ટાંકીમાં જ સીધું ભરી આપવાનું રહેશે. ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડિઝલનો મોટા પ્રમાણમાં સ્ટોક કરવો અયોગ્ય છે. આવી બિનજરૂરી સંગ્રહખોરીથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થાય છે, જેનાથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ પરિસ્થિતિમાં સહકાર આપવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત સૈનિકની પુત્રીનો દેશપ્રેમ:કારગિલ યુદ્ધની યાદોને અનોખી સ્ક્રેપબુકમાં કંડારી
    Next Article
    સાણંદમાં વીરાંજલિ ડાયરાની શૌર્યસભર ભવ્ય પ્રસ્તુતિ:CM ભૂપેન્દ્ર પટેલ અને Dy.CM હર્ષ સંઘવીની હાજરીમાં શહીદોની શહાદતને સ્વરાંજલિ અર્પી વંદન કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment