Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં બુલેટ ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ તેજ:સુરતથી બિલીમોરા સુધીની અપ-ડાઉન લાઇન પર વીજ પુરવઠો શરૂ, 94 હજાર નોઇઝ બેરિયર્સ લગાવાયા

    6 hours ago

    ભારતની પ્રથમ મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોરિડોરના અત્યંત મહત્ત્વપૂર્ણ એવા સુરત–બિલીમોરા સેક્શનમાં 20 નવેમ્બર 2026ના રોજ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને સફળતાપૂર્વક ઊર્જીકૃત (એનર્જાઇઝ) કરવામાં આવી છે. એલિવેટેડ એલાઇનમેન્ટ પર અપ અને ડાઉન એમ બંને લાઇનો પર ટેકનિકલ ટીમોની કડક દેખરેખ હેઠળ તબક્કાવાર રીતે વીજ પ્રવાહ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે આગામી સમયમાં હાઇ-સ્પીડ ટ્રેનના ટેસ્ટિંગ તરફનું એક મોટું કદમ માનવામાં આવે છે. અત્યાધુનિક 2×25 kV ટેકનોલોજી અને 94,000 નોઇઝ બેરિયર્સ 508 કિલોમીટર લાંબા સમગ્ર કોરિડોરમાં વિશ્વસ્તરીય 2×25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેને કુલ 14 ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) દ્વારા વીજળી મળશે. નવસારી જિલ્લાના બિલીમોરા સ્થિત પ્રથમ સબ-સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ પેનલ સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેને GETCOના 220 kV અંબેઠા ગ્રીડ સબ-સ્ટેશનથી વીજ પુરવઠો પૂરો પડાશે. સુરત–બિલીમોરા વચ્ચેના આશરે 50 કિમી લાંબા રૂટમાં 4 નદીઓના પુલ અને NH-53 પરના સ્ટીલ બ્રિજનો સમાવેશ થાય છે, જ્યાં અવાજ ઘટાડવા 94,000 નોઇઝ બેરિયર્સ પણ લગાવાયા છે. ઓવરહેડ વીજ ઉપકરણોથી દૂર રહેવા જાહેર ચેતવણી સમગ્ર વિદ્યુત નેટવર્કનું કેન્દ્રીયકૃત કંટ્રોલ સેન્ટર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઓવરહેડ વિદ્યુત પ્રણાલી ઊર્જીકૃત થઈ ગઈ હોવાથી તંત્ર દ્વારા જાહેર સલામતી અંગે ખાસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. એલાઇનમેન્ટની આસપાસ રહેતા નાગરિકો, મુસાફરો અને બાંધકામ શ્રમિકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ ઓવરહેડ વિદ્યુત ઉપકરણો કે વાયરોની નજીક ન જાય, તેને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરે અને આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું અનધિકૃત કાર્ય ન કરે.
    Click here to Read More
    Previous Article
    સિંગાપુરા ગામે મહાયજ્ઞ યોજાયો:શ્રીમદ્ ભાગવત કથા પૂર્ણ થયા બાદ 11 જોડાં યજ્ઞમાં બેઠાં, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
    Next Article
    વલસાડી હાફૂસના GI ટેગ સામે મહારાષ્ટ્રના ખેડૂતોનો વિરોધ:હક્ક માટે વલસાડ-નવસારીના ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી લડશે; GI ટેગ અરજી પર સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment