Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડી હાફૂસના GI ટેગ સામે મહારાષ્ટ્રના ખેડૂતોનો વિરોધ:હક્ક માટે વલસાડ-નવસારીના ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી લડશે; GI ટેગ અરજી પર સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

    6 hours ago

    વલસાડી હાફૂસ કેરીને GI ટેગ આપવાની અરજી સામે મહારાષ્ટ્રના ખેડૂતોએ વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો છે. આ મામલે સુનાવણી પૂર્ણ થઈ છે અને ચુકાદો અનામત રખાયો છે, ત્યારે ચુકાદા પહેલાં બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી દ્વારા સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે. જો સમાધાનમાં હિતનું રક્ષણ નહીં થાય તો વલસાડ અને નવસારીના ખેડૂતોએ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી છે. પોર્ટુગીઝ શાસનથી વલસાડ અને રત્નાગિરી વિસ્તારમાં કેરીનું વાવેતર અરજદાર જતીન દેસાઈના જણાવ્યા મુજબ, પોર્ટુગીઝ શાસન દરમિયાન આલ્ફાન્ઝો કેરીના છોડ ગોવા અને દમણ નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેનું વાવેતર શરૂ થયું હતું. હાફૂસના ઉત્પાદન માટે ખાસ ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિ જરૂરી હોય છે, જે વલસાડ અને રત્નાગિરી જેવા મર્યાદિત વિસ્તારોમાં જ જોવા મળે છે. હાફૂસ નામ નહીં મળે તો નિકાસ અને વેચાણ પર અસર જતીન દેસાઈએ જણાવ્યું હતું કે વલસાડ અને નવસારીના ખેડૂતોને 'હાફૂસ' નામ વાપરવાની મંજૂરી નહીં મળે તો કેરીની નિકાસ અને દેશના મોટા બજારોમાં વેચાણ પર અસર પડી શકે છે. મુંબઈ જેવા બજારમાં હાફૂસના નામે કેરી વેચવામાં મુશ્કેલી થઈ શકે છે, અને સ્થાનિક ખેડૂતોની કેરી બીજા નામે વેચવી પડે તેવી સ્થિતિ તેઓ સ્વીકારવા તૈયાર નથી. ભૌગોલિક પરિસ્થિતિને કારણે વલસાડી હાફૂસની અલગ ઓળખ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે વલસાડી હાફૂસની અલગ ઓળખ છે અને તેની દેશ-વિદેશમાં માંગ છે. તેમના જણાવ્યા મુજબ GI ટેગ નહીં મળે તો વલસાડી હાફૂસને ઓળખ અને યોગ્ય બજારભાવ મેળવવામાં મુશ્કેલી પડશે, કારણ કે હાલમાં પણ નિકાસ વખતે બીજા રાજ્યના ખેડૂતોના નામે નિકાસ કરવાની સ્થિતિ સર્જાય છે. ઊંચા ભાવે વેપાર કરવા મહારાષ્ટ્રના ખેડૂતોનો વિરોધ મહારાષ્ટ્રના ખેડૂતોનું માનવું છે કે મહારાષ્ટ્રની હાફૂસને GI ટેગ મળવાથી તેમની કેરીને ઓળખ મળી છે અને વિદેશમાં ઊંચો ભાવ મળી શકે છે. વલસાડી હાફૂસ બજારમાં ન હોય તો તેઓ ઊંચા ભાવે વેપાર કરી શકે તેમ હોવાથી તેઓ વલસાડી હાફૂસને GI ટેગ આપવાના વિરોધમાં છે, જેની સામે સમાધાન નહીં થાય તો કાનૂની લડત તેજ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં બુલેટ ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ તેજ:સુરતથી બિલીમોરા સુધીની અપ-ડાઉન લાઇન પર વીજ પુરવઠો શરૂ, 94 હજાર નોઇઝ બેરિયર્સ લગાવાયા
    Next Article
    SBI Invites Applications For Specialist Cadre Officer Posts, Check Key Details Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment