Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ગાંજાનું નેટવર્ક ઝડપ્યું:બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા હતા; છ પૈકી ત્રણની ધરપકડ

    3 days ago

    પાટનગરના સેક્ટર-24 વિસ્તારમાં આવેલા નગરપાલિકાના બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા શખ્સો પર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ત્રાટકી હતી. 133 ગ્રામ ગાંજા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 22,880ના મુદ્દામાલ સાથે છ પૈકી ત્રણ ઇસમોને ઝડપી લઇ નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. બાતમી આધારે ANTF ટીમે રાત્રે ઓપરેશન હાથ ધર્યું સમગ્ર ઘટનાની વિગત મુજબ, ANTFને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રામાં સેક્ટર-24માં બાપા સીતારામ આશ્રમની મઢુલી સામેના બગીચામાં કેટલાક ઈસમો ગાંજાની પડીકીઓનું વેચાણ અને સેવન કરી રહ્યા છે. બાતમીના આધારે ANTF ની ટીમ દ્વારા રાત્રિના સમયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ બગીચામાં ઇલેક્ટ્રિક રૂમની પાછળના ભાગને કોર્ડન કરી તપાસ કરતા ત્યાં ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. વનસ્પતિજન્ય પદાર્થનું પુથ્થકરણ કરાવતા ગાંજો હોવાનું સામે આવ્યું પોલીસને જોતા જ આરોપીઓ પૈકી પ્રકાશ ઉર્ફે પકો બાબુજી રાણા અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે મનીષ નરશીભાઇ વાઘેલા, રોનક ઉર્ફે અઠ્ઠો શંકરભાઇ રાવળ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હાથમાં આવી ગયા હતા. બાદમાં FSL અધિકારીને સ્થળ પર બોલાવી પકડાયેલા વનસ્પતિજન્ય પદાર્થનું પુથ્થકરણ કરાવતા ગાંજો હોવાનું સામે આવ્યું હતું. સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેઓ વડનગરના પ્રકાશ સુરેશભાઇ ઠાકોર અને ભાવેશ રમેશભાઇ સોલંકી પાસેથી આ જથ્થો લાવીને છૂટક વેચાણ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ પાસેથી 133 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 22,880નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગિફ્ટ સિટીના વૈભવી ફ્લેટમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી. એવામાં LCBએ પણ સેકટર 4માંથી થરાદના યુવકને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે પણ સેકટર 24માં ધમધમતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. ટુંકા ગાળામાં SOG, LCB અને ANTF દ્વારા ટૂંકા ગાળામાં જ શહેરમાંથી ગાંજો અને ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવતા પાટનગરમાં ઊંડતા પંજાબની માફક માદક પદાર્થો છૂટથી વેચાતા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી:વિક્ટોરિયા પુલ નજીક ઘટના, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
    Next Article
    સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા:સીદસર ગામેથી 12 હજારની રોકડ સાથે ત્રણ શખસોની અટકાયત, વરતેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment