Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી:વિક્ટોરિયા પુલ નજીક ઘટના, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

    3 days ago

    જામનગરમાં વિક્ટોરિયા પુલ નજીક એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના વિક્ટોરિયા પુલ પાસેના ભારત પેટ્રોલિયમ પંપ અને ફોજી ઢાબા નજીક બની હતી. ચાલુ સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના સાક્ષી બનેલા રાહદારીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને (112) જાણ કરી હતી. જામનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સ્કૂટરને મોટું નુકસાન થયું છે. ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને મોટર સાયકલ ભડભડ સળગી:સરદાર એસ્ટેટમાં પેટ્રોલ પંપ બહાર બાઇક બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ગાંજાનું નેટવર્ક ઝડપ્યું:બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા હતા; છ પૈકી ત્રણની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment