Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને મોટર સાયકલ ભડભડ સળગી:સરદાર એસ્ટેટમાં પેટ્રોલ પંપ બહાર બાઇક બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

    3 days ago

    વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ બહાર બાઈકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બાઇક ચાલક પેટ્રોલ પૂરાવીને પંપની બહાર નીકળ્યો ત્યાં જ બાઇકમાં આગ લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી. પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને આગ લાગી પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ ચાલકે પેટ્રોલ ભરાવ્યા પછી પંપની બહાર નીકળતાં જ અચાનક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની તીવ્રતા એટલી વધી કે આખી મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ હતી. ચાલકે બાઇકમાં પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નીકળ્યોને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો બનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તરત જ સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ જો આગ પેટ્રોલ પંપ પર લાગી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત.
    Click here to Read More
    Previous Article
    'પબ્લિક જ ગાંડી હોય તો શું કરી શકાય?':'લોકો સમજતા જ નથી, ખાલી લાઇનમાં ઉભા રહી જાય છે', પૂરતો સ્ટોક છતાં પંપ પર લાઇનમાં ઉભેલા લોકોએ શું કહ્યું?
    Next Article
    જામનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી:વિક્ટોરિયા પુલ નજીક ઘટના, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment