Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં મહિલા સુરક્ષા માટે પોલીસનું અભિયાન:થિયેટરમાં વીડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

    2 days ago

    પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ પહેલ હાથ ધરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે શહેરના સુર મંદિર થિયેટરમાં ત્રણ જુદી જુદી વિડિયો ક્લિપ્સ દર્શાવી હતી. આ ક્લિપ્સ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વિડિયો ક્લિપ્સમાં ગુજરાતમાં બનેલા વાસ્તવિક કિસ્સાઓને AI વીડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પોલીસે મહિલાઓ પર થયેલા અત્યાચારોના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને સજા અપાવી હતી. આ ત્રણેય ઘટનાઓને થિયેટરના પડદા પર રજૂ કરીને પોલીસ તંત્રએ લોકોમાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ મહિલાઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. પોલીસે બહેનો અને દીકરીઓને ડર્યા વિના, કોઈ પીછો કરે તો તરત જ 112 અથવા 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરી. વધુમાં, પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી કે જો કોઈ દીકરી કે માતાને મદદની જરૂર હોય તો માત્ર વીડિયો ઉતારવાને બદલે મદદ માટે આગળ આવે. કાયદો તેમની ઢાલ છે અને હિંમત કેળવીને મૌન તોડવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    એક મેસેજ આવ્યો ને રાતે રણમાં ઓપરેશન શરૂ થયું:7 કલાકનો જીવ સટોસટનો જંગ, બચાવવા ગયેલી પોલીસની ગાડી પણ ફસાઇ
    Next Article
    નવસારી પાસે ખાનગી બસને અકસ્માત, 5 મુસાફર ઈજાગ્રસ્ત:ડિવાઈડર પર ચઢી પલટી, સામેથી આવતાં વાહનને બચાવવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment