Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત:માંગણીઓ સ્વીકારાતા સમાધાન, દૂધ પુરવઠો ફરી સામાન્ય

    5 days ago

    દહેગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલકો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ સમાધાન થયું હતું. આંદોલનને કારણે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતી આંદોલન પાછળનું મુખ્ય કારણ દૂધના ખરીદી ભાવને લઈને અસંતોષ હતો. પશુપાલકોનો આક્ષેપ હતો કે ઉત્તમ ડેરી દ્વારા આપવામાં આવતો દૂધનો ભાવ ખર્ચની સરખામણીએ ઓછો છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હતું. ઉપરાંત, દૂધના ફેટ મુજબ યોગ્ય દર ન મળતા, ચુકવણીમાં થતો વિલંબ અને ડેરી સંચાલનમાં પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓ પણ પશુપાલકોમાં અસંતોષનું કારણ બન્યા હતા. આ મુદ્દાઓને લઈ પશુપાલકોએ દૂધ સપ્લાય બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના પરિણામે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતી. પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી બેઠક દરમિયાન પશુપાલકોએ પોતાના પ્રશ્નો વિગતવાર રજૂ કર્યા, જ્યારે ડેરી સંચાલન તરફથી પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. સહકાર મંત્રીએ બંને પક્ષોની વાત સાંભળી મધ્યસ્થતા કરી અને પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી આપી. પશુપાલકોએ આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પશુપાલકોના હિત માટે પ્રતિબદ્ધ છે અને તેમના પ્રશ્નોનો સ્થાયી ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે. બેઠક બાદ બંને પક્ષોમાં સહમતી થતાં પશુપાલકોએ પોતાનું આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ દહેગામ વિસ્તારમાં દૂધનો પુરવઠો ફરી સામાન્ય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાવા માર્કેટ યાર્ડ 6 દિવસ બંધ:માર્ચ એન્ડિંગને કારણે હરાજી સ્થગિત, 1 એપ્રિલથી શરૂ થશે
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિ.નું ₹180 કરોડનું બજેટ મંજૂર:₹9 કરોડની પૂરાંત, અધ્યાપક સામે કાર્યવાહી, નવી ભરતીને લીલીઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment