Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિ.નું ₹180 કરોડનું બજેટ મંજૂર:₹9 કરોડની પૂરાંત, અધ્યાપક સામે કાર્યવાહી, નવી ભરતીને લીલીઝંડી

    5 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ની સંયુક્ત બેઠક યોજાઈ હતી. સાડા પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં વર્ષ 2026-2027 માટે ₹180 કરોડની આવકનું લક્ષ્યાંકિત બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણ અને વહીવટી હિતના 80 જેટલા મહત્વના મુદ્દાઓ પર પણ નિર્ણયો લેવાયા હતા. યુનિવર્સિટીના વાર્ષિક અંદાજપત્રમાં ₹180 કરોડની અંદાજિત આવક સામે ₹171 કરોડનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જેના પરિણામે ₹9 કરોડની અંદાજિત પૂરાંત રહેશે. બેઠકની શરૂઆતમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નવા નિમાયેલા સભ્યો ડો. કોકીલાબેન પરમાર, પ્રિ. ડો. સંજયશાહ, ડો. હરેશ બારોટ અને અશ્વિન એન. પટેલ તેમજ ઈસી મેમ્બર ડો. સંગીતા શર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી ફેરફારોમાં પૂર્વ મુખ્ય હિસાબી અધિકારી લલિત પટેલનું રાજીનામું પણ સ્વીકારવામાં આવ્યું હતું. બેઠકમાં શૈક્ષણિક ગેરરીતિ મામલે એક અધ્યાપક સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો હતો. આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ ગુણ મૂકી દેવાની ગંભીર બેદરકારી અન્ય યુનિવર્સિટીના એક્સપર્ટ દ્વારા તપાસમાં બહાર આવી હતી. આ ઘટનાને પગલે સંબંધિત અધ્યાપકને પરીક્ષા સહિતની તમામ કામગીરીથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે અને વિદ્યાર્થીઓના હિતમાં પરિણામ વિથહેલ્ડ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની ભલામણ મુજબ સજા ફટકારવામાં આવી હતી. યુનિવર્સિટીમાં શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે ટ્રસ્ટ હેઠળ વધુ કોલેજો કાર્યરત હોય તેમને પોતાની રીતે ભરતી કરવાની છૂટ આપવામાં આવી છે. જો નેટ, સ્લેટ કે પીએચડી લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો યુજીસીના ધારાધોરણ મુજબ કરાર આધારિત ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટની ભરતીને મંજૂરી અપાઈ છે. આ ભરતીના નીતિ-નિયમો નક્કી કરવા માટે દિલીપભાઈ ચૌધરી, કે.કે. પટેલ, ડો. સંજય શાહ અને હીનાબેન પટેલની ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. કર્મચારીઓના કલ્યાણ અને પ્રોત્સાહન માટે પણ બેઠકમાં મહત્વના ઠરાવ પસાર કરાયા હતા. સિસ્ટમ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટને 1 સપ્ટેમ્બર 2025 થી સાતમા પગાર પંચનો લાભ આપવાનું નક્કી કરાયું છે. રોજમદાર કર્મચારીઓને પર્ફોમન્સ એલાઉન્સ આપવા બાબતે પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી છે. માનવીય અભિગમ દાખવતા, ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીના પરિવારને ₹3 લાખની સહાય મંજૂર કરાઈ હતી. યુનિવર્સિટીને નવ નવા ગોલ્ડ મેડલના દાતાઓ તરફથી કુલ ₹9 લાખનું દાન પણ પ્રાપ્ત થયું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત:માંગણીઓ સ્વીકારાતા સમાધાન, દૂધ પુરવઠો ફરી સામાન્ય
    Next Article
    Iran Is The First US War Of The Social Media Age. It's A Black Box

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment