Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગોલ્ડન અવર’માં અપાઈ તાત્કાલિક સારવાર:પડાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન જ ‘એમ્બ્યુલન્સ’ બની

    3 days ago

    પડાણા પંચરત્ન માર્કેટ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બિહારના શ્રમિકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ તે જ સમયે પેટ્રોલિંગમાં રહેલી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ માટે આ યુવાનનો જીવ બચાવવો પ્રાથમિકતા બની હતી. પોલીસે ‘ગોલ્ડન અવર’નું મહત્વ સમજી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઇજાગ્રસ્તને પોતાની ઇન્ટરસેપ્ટર ગાડીમાં જ હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી હતી. મૂળ બિહારના સુનીલ શિવજી રામ નામના યુવાનને પડાણા પંચરત્ન માર્કેટ સામે એક અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સુનીલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો. આ ઘટના બની ત્યારે જ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઇન્ટરસેપ્ટર વાહન સાથે ત્યાંથી પસાર થઈ રહી હતી. પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ અને તેમની ટીમે પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી. યુવાનને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ટીમે સમય સૂચકતા વાપરી હતી. પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ, વુમન એએસઆઈ પુષ્પાબેન મંછાજી, હેડ કોન્સ્ટેબલ હીરાભાઇ શંકરભાઇ, કોન્સ્ટેબલ શૈલેષભાઇ ભગવાનભાઇ અને હેડ કોન્સ્ટેબલ દાનાભાઇ સેંધાભાઇએ તાત્કાલિક ઇજાગ્રસ્તને ઇન્ટરસેપ્ટર વાનમાં બેસાડી પ્રથમ ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએસઆઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇજા ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે યુવાનને ભુજ રિફર કરાયો છે. તે સમયે અમારો પ્રથમ ઉદ્દેશ્ય તેને તાત્કાલિક સારવાર અપાવી તેનો જીવ બચાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    દબાણ કરાયા દૂર:માંડવી તાલુકાના મોટા સલાયામાં 600 ચો. ફૂટ દબાણ દૂર કરી 10 લાખની જમીન ખુલ્લી કરાઈ
    Next Article
    તંત્રનું ઉદાસીન વલણ:ભુજમાં લાખોના ખર્ચે બનેલા અર્બન હેલ્થ સેન્ટર બહાર ગંદકી કાયમી બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment