Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રનું ઉદાસીન વલણ:ભુજમાં લાખોના ખર્ચે બનેલા અર્બન હેલ્થ સેન્ટર બહાર ગંદકી કાયમી બની

    3 days ago

    શહેરના કેમ્પ એરિયામાં જૂની મેન્ટલ હોસ્પિટલની સામે લાખો રૂપિયાના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવાયું છે, પરંતુ કમનસીબે આ સરકારી દવાખાનાનું મુખ્ય પ્રવેશદ્વાર ગંદકી અને પશુઓના જમાવડાનું કેન્દ્ર છે. અહીં નગરપાલિકા કચરાપેટી પણ રાખી છે.દવાખાનું બન્યું તે પહેલાથી લોકો અહીં કચરો ફેંકે છે અને હજી પણ ચાલુ જ છે. રોડ પર કચરો હોવાથી આખો દિવસ રખડતા પશુઓનો મેળાવડો હોય છે. બીમાર દર્દીઓ માટે ગંદકીના ગંજમાંથી પસાર થઈને દવા લેવા જવું મુસીબત બન્યું છે. પાલિકા દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવીને તમે કેમેરાની નજરમાં છો તેવા બોર્ડ મારીને સંતોષ માની લેવાયો છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, આ કેમેરાના ફૂટેજ માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકવામાં આવે છે, પરંતુ કચરો ફેંકનારા સામે નક્કર કાયદાકીય કાર્યવાહી કરાતી નથી. ગંદકીના કારણે ઘણા દર્દીઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે, આ અર્બન હેલ્થ સેન્ટર સીધું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ આવે છે, ત્યારે આરોગ્ય શાખાની મૌન ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ્યારે જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે ખુદ કલેક્ટર કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યારે પ્રબુદ્ધ નાગરિકોની માંગ છે કે, કલેક્ટર આ ગંભીર મુદ્દે તાત્કાલિક મધ્યસ્થી કરે. જો નગરપાલિકા ધારે તો માત્ર એક દિવસમાં અહીં સ્વચ્છતા કરાવી શકે તેમ છે. જો દવાખાનાની આસપાસ શુદ્ધ વાતાવરણ અને સ્વચ્છતા જળવાઈ રહેશે, તો જ આરોગ્ય સેવાનો સાચો હેતુ સાર્થક થશે. જિલ્લા વહીવટી તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ગોલ્ડન અવર’માં અપાઈ તાત્કાલિક સારવાર:પડાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન જ ‘એમ્બ્યુલન્સ’ બની
    Next Article
    RBSE Rajasthan Board 10th Class Result 2026, rajresults.nic.in Live Updates: Where to download BSER marksheets online?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment