Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો:લકુલીશ યોગાશ્રમ માટે દાન એકત્રિત કરાયું, શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

    1 week ago

    મોડાસામાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, સમાજસેવક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા સ્થિત લકુલીશ યોગાશ્રમના લાભાર્થે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુંબઈના જાણીતા કલાકાર ભાગ્યેશભાઈ તેમજ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. 23મી માર્ચ, શહીદ દિવસને અનુલક્ષીને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને મદનલાલ જેવા યુવાનોના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે શહીદોને અંજલિ આપતા તે સમયના ઇતિહાસને તાજો કર્યો હતો, જેમાં ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક સૂર પુરાવ્યો હતો.ડૉ. ત્રિવેદીએ હળવી હાસ્યની વાતો સાથે શ્રોતાઓને સમાજ સેવા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. તેમણે હાસ્ય રસ દ્વારા દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જગાડ્યો હતો. લકુલીશ યોગાશ્રમની સેવાઓથી પ્રભાવિત થઈને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ સંસ્થા માટે રૂ. એક લાખના દાનની જાહેરાત કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલે પણ રૂ. એક લાખનું દાન આપવાની ઘોષણા કરી હતી. તેમની અપીલ બાદ પાંચ મિનિટમાં જ સભામાંથી દાનનો પ્રવાહ શરૂ થયો હતો, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વામી પ્રીતમ મુનિએ આશ્રમમાં ચાલતી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને જનતાને સહયોગ આપવા હાકલ કરી હતી. સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પંડ્યાએ સૌનું સ્વાગત કરી સંસ્થાની સેવાઓનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશ પટેલ, અમરીશ પંડ્યા ઉપરાંત જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ આર પટેલ, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, આકરૂંદના મુખ્ય શિક્ષક, સાહિત્યકાર અને લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ શાહ, મહેન્દ્રમામા અને અશોક જોષી દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અછતની અફવા રાજ્યમાં ફેલાઈ, અન્ય શહેરોમાં પણ લાંબી લાઈનો:સરકારે કહ્યું- 'તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી', અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ
    Next Article
    મોરબીમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાઈ:વાહનચાલકોએ પંપ પર લાઈનો લગાવી, કલેક્ટરે લોકોને પેનિક બાઇંગ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment