Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અછતની અફવા રાજ્યમાં ફેલાઈ, અન્ય શહેરોમાં પણ લાંબી લાઈનો:સરકારે કહ્યું- 'તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી', અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ

    1 week ago

    અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એકશનમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી છે. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-઼ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી છે. સંઘવીએ કહ્યું કે, લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી. અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ વાહનચાલકોને અપીલ કરતા કહ્યું છે કે,લોકો અફવામાં દોરાય નહીં. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહેવાનો છે.
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:સિંહ-કન્યા રાશિ માટે સફળતાનો માર્ગ મોકળો બનશે, કુંભ રાશિએ આર્થિક લેવડ-દેવડ પર રોક લગાવી!
    Next Article
    મોડાસામાં પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો:લકુલીશ યોગાશ્રમ માટે દાન એકત્રિત કરાયું, શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment