Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાઈ:વાહનચાલકોએ પંપ પર લાઈનો લગાવી, કલેક્ટરે લોકોને પેનિક બાઇંગ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી

    1 week ago

    મોરબી શહેર અને જિલ્લામાં સોમવારે મોડી સાંજથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ હતી. આ અફવાને કારણે વાહનચાલકોએ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવી દીધી હતી. જોકે, પેટ્રોલિયમ એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે કોઈ અછત નથી. અફવાએ જોર પકડતા મોરબી શહેર અને જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની ભીડ જામી હતી. સ્કૂટર, બાઈક, રિક્ષા અને કાર જેવા વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર 'પેટ્રોલ-ડીઝલ નથી' તેવા પાટિયા પણ જોવા મળ્યા હતા, જેનાથી લોકોની ચિંતામાં વધારો થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે આ અફવાને વેગ મળ્યો હોવાનું મનાય છે. મોરબી શહેરમાં ગાંધીચોક, જુના બસ સ્ટેશન, સનાળા રોડ, ત્રાજપર ચોકડી, મહેન્દ્રનગર ચોકડી અને માળિયા ફાટક ચોકડી સહિતના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક પેટ્રોલ પંપ ધારકોએ ઓર્ડર આપવા છતાં ટેન્કર ન મળતા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે જથ્થો ખૂટી પડતા પંપ બંધ કરવા પડ્યા હતા. પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી : એસોસિએશન પ્રમુખ આ અંગે મોરબી જિલ્લા ડીલર પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. લોકો જરૂર ન હોવા છતાં એકીસાથે મોટી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો લોકો પોતાની જરૂરિયાત મુજબ જથ્થો લે તો કોઈ સમસ્યા નથી, પરંતુ સંગ્રહખોરી અને અફવાઓને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી. પેનિક બાઇંગ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા કલેકટરની અપીલ મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કલેક્ટરે લોકોને 'પેનિક બાઇંગ' ન કરવા માટે પણ અનુરોધ કર્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ આ અફવાઓનું સત્તાવાર રીતે ખંડન કર્યું છે. કલેક્ટરે જણાવ્યું કે મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હાલમાં કોઈ અછત કે શોર્ટેજ નથી. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તમામ ઓઇલ કંપનીઓને પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કલેક્ટરે લોકોને ખોટી અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા માટે અપીલ કરી છે. જિલ્લામાં પેટ્રો પેદાશોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી 'પેનિક બાઇંગ' ટાળવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો:લકુલીશ યોગાશ્રમ માટે દાન એકત્રિત કરાયું, શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    Gujarat Weather Forecast LIVE | ફરી આટલું જ તોફાની હશે માવઠું ? ચિંતાજનક આગાહી | Rain | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment