Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ઇંધણ ખૂટવાની અફવા ફેલાઈ:સાંજે પંપો પર વાહનચાલકોનો જમાવડો, લોકોએ ટાંકી ફૂલ કરાવી

    2 weeks ago

    ગુજરાતના અન્ય શહેરોમાં ઇંધણની અછતની અફવા બાદ નવસારીમાં પણ તેની અસર જોવા મળી હતી. ઇંધણ ખૂટી પડવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અફવાને કારણે સાંજ પડતા જ શહેરના તમામ મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા વાહનચાલકોએ ગભરાટમાં આવીને પોતાની વાહનોની ટાંકી ફૂલ કરાવી હતી. દિવસ દરમિયાન બપોર સુધી શહેરમાં ઇંધણની સ્થિતિ સામાન્ય હતી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો. જોકે, અન્ય શહેરોમાં ફેલાયેલી અફવાએ નવસારીમાં પણ અછત સર્જાવાની અફવા ફેલાઈ હતી. સ્થાનિક સૂત્રો અને પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, હાલમાં નવસારીના પંપો પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા અપીલ કરી છે. આ અફવાઓને કારણે લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ન કરવા તંત્રની અપીલ
    Next Article
    16 વર્ષીય કવિતાએ પિતાની યાદમાં જિંદગી ટૂંકાવી:સુરતમાં 6 મહિના પહેલા પિતાને ગુમાવનાર કિશોરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment