Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પંપ પર વાહનચાલકોએ ટાંકી ફૂલ કરાવી:'પેટ્રોલ નહીં મળે, નહીં મળે'ની અફવાથી ભરમાઈને પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી ટ્રાફિકજામ સર્જ્યો

    1 week ago

    ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી વડોદરા શહેરોમાં આજે સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા અને પેટ્રોલ પુરાવવા માટે દોડધામ કરી મુકી છે. સાંજ પડતા જ વડોદરા શહેરના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વાહનચાલકોએ પેટ્રોલ પંપો પર લાંબી-લાંબી લાઈનો લગાવી વડોદરામાં સાંજ પડતા તમામ વિસ્તારોમાં પેટ્રોલ પુરાવવા માટે વાહનચાલકોએ પેટ્રોલ પંપો પર લાંબી-લાંબી લાઈનો લગાવી છે. વડસર બ્રિજ પાસે તો પેટ્રોલ પુરાવવા લાંબી લાઈન લાગતા ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકો પોતાના વાહનોની ટાંકી ફુલ કરાવી રહ્યા છે. લોકોમાં પેટ્રોલ પૂરી થઈ જવાની અફવાને લઈને ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. ઈમરજન્સી આવી જાય, તો એના માટે આપણે પહેલેથી જ તૈયારી રાખવી પડે વાહન ચાલક મહિલા જેનિશાએ જણાવ્યું હતું કે, હવે પેટ્રોલ તો પુરાવવું જ પડે ને. ગાડી વાપરવી હોય અને અચાનક કંઈ ઈમરજન્સી આવી જાય, તો એના માટે આપણે પહેલેથી જ તૈયારી રાખવી પડે. મેં ટાંકી ફૂલ કરાવી દીધી છે. જો એકદમ ઈમરજન્સી આવે અને આપણી પાસે ફૂલ ટાંકી હોય તો એ આપણા માટે જ કામ લાગે, બસ એ જ કારણથી અત્યારે પેટ્રોલ પુરાવી લીધું છે. ગભરાટમાં ન આવવું જોઈએ, એ ખોટું છે. પેટ્રોલ તો મળવાનું જ છે. પણ આ તો કેવું છે કે 'નહીં મળે, નહીં મળે' એમ સમજીને બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને પેટ્રોલ પુરાવવા દોડી આવ્યા છે. આપણે માત્ર એટલું જ પેટ્રોલ લેવું જોઈએ જેટલી આપણને જરૂર હોય વાહન ચાલક ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે, મોદીજી જે રીતે પગલાં લઈ રહ્યા છે, તે યોગ્ય છે. અગાઉ કોરોના કાળમાં પણ આપણે આ રીતે જ લડત આપી હતી, એટલે અત્યારથી જ સાવચેતી રાખવી એ આપણા સૌના હિતમાં છે. આપણે સરકારને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. અન્ય વાહન ચાલકે જણાવ્યું હતું કે, યુદ્ધની અસરો ખરેખર ખૂબ જ ગંભીર છે. જોકે, જે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સાથે આપણો સીધો કોઈ લેવાદેવા નથી છતાં તેની અસર આપણા દેશ પર પણ જોવા મળી રહી છે, જે ખરેખર વિચારવા જેવી બાબત છે. આપણે માત્ર એટલું જ પેટ્રોલ લેવું જોઈએ જેટલી આપણને જરૂર હોય. જો આપણે બધું જ પેટ્રોલ લઈ લઈએ તો બીજા લોકોને તકલીફ પડી શકે છે. એટલે આપણે પેનિક થવાની કોઈ જરૂર નથી. કોઈ બીજો વિકલ્પ વિચારે એવી સરકાર પાસે આશા રાખીએ છીએ વાહન ચાલક સંજયભાઈએ જણાવ્યું હતું કે, મેં એવી વાતો સાંભળી છે કે પેટ્રોલ ખૂટી જશે અને પેટ્રોલની અછત સર્જાશે એટલે મેં વિચાર્યું કે પેટ્રોલ ભરાવી લઉં, તેથી હું અત્યારે અહીં લાઈનમાં ઊભો રહ્યો છું. પેટ્રોલ વગર તો કેવી રીતે ચાલશે? અમારા રોજિંદા જીવનમાં અને અવરજવરમાં તેનાથી બહુ મોટી તકલીફ પડશે. સરકારે આ બાબતે અગાઉથી જ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અથવા કોઈ બીજો વિકલ્પ વિચારવો જોઈએ, એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ. શહેરમાં બધે જ લાઈનો લાગેલી છે. હવે શું કરીએ? અત્યારે તો બધાને એવું જ છે કે જલ્દી પેટ્રોલ ભરાવી લઈએ. બસ એ જ માટે અમે અહીં આવ્યા છીએ. ​ ​
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પનાં અલ્ટિમેટમનો ઉલાળિયો:ખામેનીની દફનવિધિ ન થવાની ત્રણ સંભાવના, મોજતબા પર સસ્પેન્સ, જાણો ઇરાનની સત્તા, સંતાકૂકડી અને સંઘર્ષની રહસ્યમય કહાની
    Next Article
    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ન કરવા તંત્રની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment