Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ-ડીઝલની અફવાથી પંપો પર દોઢ બે કિમી કતાર લાગી:ગાંધીનગરમાં 'પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ ગભરાશો નહીં'; અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ

    1 week ago

    રાજ્યના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત વર્તાઈ રહી હોવાની અફવા ફેલાઈ હતી. જેમાં ગાંધીનગર શહેરના અનેક પેટ્રોલ પંપ પર 'નો સ્ટોક'ના બોર્ડ લટકી ગયા. ઇંધણની અછતની અફવા વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સવારથી જ સ્થિતિ ગંભીર જોવા મળી હતી. જે પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે, ત્યાં વાહનોની એકથી દોઢ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ તંત્રએ કહ્યું કે, પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે, ગભરવાની જરૂર નથી અને પેનિક થશો નહીં. ભાસ્કર પણ અપીલ કરે છે, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને વાહનમાં ઈંધણ ભરાવા લાઈન લાગી ગાંધીનગરમાં આજે સવારથી જ પેટ્રોલ પંપો પર ઇંધણ માટે સ્થિતિ ગંભીર જોવા મળી હતી. જે પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં વાહનોની એકથી દોઢ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાના વાહનમાં ઈંધણ ભરાવવા માટે મજબૂર બન્યા છે. ખોટી અફવાઓથી ગભરાશો નહીં આ લાંબી કતારોને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેના કારણે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 'ક્રૂડ ઓઇલની અછતને કારણે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં મોટો ઉછાળો આવશે અથવા સપ્લાય સાવ બંધ થઈ જશે' તેવી અફવાઓ અને ડરને કારણે લોકો ઇંધણની પેનિક બાયિંગ જોવા મળી રહી છે. વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી દેખાઈ ઘણા વાહનચાલકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે, જેને કારણે ઉપલબ્ધ સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે. તો ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતામાં વધારો થયો હતો. માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ રાંધણ ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની શક્યતાએ ગરીબ પરિવારોની ચિંતા વધારી દીધી. શહેરના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો પરિવહન ખર્ચ વધવાથી શાકભાજી અને અન્ય ચીજો પણ મોંઘી થશે. ત્યારે પેટ્રોલ પંપ પર ઉભેલા નાગરિકોએ સરકારને નમ્ર અપીલ કરી છે કે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. લોકોની માંગ છે કે સરકારે ઈંધણનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ ઓછી થઈ શકે. જોકે તંત્ર અને ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી રાજ્યભરમાં પેટ્રોલની કટોકટીની ચાલતી અફવા ફેલાતા જ બપોર પડતા જ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. જો કે સાંજ પડતા સ્થિતિ ગંભીર બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર, મીડિયા તથા પોલીસ પેનિક ન કરવા માટેની અપીલ કરી રહ્યા છે. સુરતમાં પેટ્રોલ પંપો પર લાઇનો લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી. જેને પગલે પોલીસ વ્યવસ્થા સંભાળવા મેદાને પડી હતી. પોલીસે કહ્યું કે, ઝઘડા ન કરો, પેનિક થવાની જરૂર નથી. 'આજે પણ પેટ્રોલ મળશે અને કાલે પણ મળશે અને પરમ દિવસે પણ પેટ્રોલ મળશે, સ્ટોક પૂરતો છે'.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી:પેટ્રોલ-ડીઝલ અછતની અફવા ફેલાઈ, સંચાલકોએ કહ્યું- પૂરતો જથ્થો ઉપલબ્ધ
    Next Article
    તાંત્રિક વિધિમાં રત્નકલાકાર પરિવારે 16 લાખ ગુમાવ્યાં:મેલીવિધિનો ડર બતાવી રોકડ અને દાગીના પડાવી લીધા, 3 શખસ સામે બોટાદમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment