Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 16 રનથી હરાવ્યું:બીજા વન-ડેમાં મેન્ડિસની સદી, વેલ્લાલાગેની 3 વિકેટ; બટલરની ઈજાથી મેચ પલટાઈ

    1 day ago

    શ્રીલંકાએ બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 16 રનથી હરાવ્યું. હેડિંગ્લીમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 321 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 9 વિકેટે 305 રન જ બનાવી શકી. આ જીત સાથે શ્રીલંકાએ ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. સિરીઝની છેલ્લી મેચ રવિવારે ધ ઓવલ ખાતે રમાશે. આ જીત સાથે શ્રીલંકાએ ઇંગ્લેન્ડ સામે સાત વર્ષ બાદ તેની ધરતી પર વન-ડે મેચ જીતી છે. આ પહેલાં 2019માં પણ શ્રીલંકાએ હેડિંગ્લીમાં જ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. કુસલ મેન્ડિસે 121 રનની ઇનિંગ્સ રમી શ્રીલંકાની જીતમાં કેપ્ટન કુસલ મેન્ડિસે મહત્વની ભૂમિકા ભજવી. તેણે 82 બોલમાં સદી ફટકારી અને 121 રનની ઇનિંગ્સ રમી. કુસલે કામિન્દુ મેન્ડિસ સાથે 137 રનની ભાગીદારી કરી. કામિન્દુએ 54 રન બનાવ્યા. આ ઉપરાંત પવન રથનાયકે 48 અને જનિથ લિયાનાગેએ 32 રનનું યોગદાન આપ્યું. ઓવર્ટનની ઓવરમાં ચોગ્ગો ફટકારી સદી પૂરી કરી શ્રીલંકાએ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી. 32મી ઓવરમાં શ્રીલંકાના 200 રન પૂરા થઈ ગયા હતા. મેન્ડિસે જોશ ટંગની એક ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 19 રન મેળવ્યા. ત્યાર બાદ તેણે જેમી ઓવર્ટનની બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. બટલરની ઈજાથી મેચનું પાસું પલટાયું 322 રનના ટાર્ગેટને ચેઝ કરતાં ઇંગ્લેન્ડે ઝડપી શરૂઆત કરી. બેન ડકેટ (67) અને ટોમ બેન્ટન (73)એ પ્રથમ વિકેટ માટે 143 રન જોડ્યા. ત્યાર બાદ દુનિથ વેલ્લાલાગેએ ત્રણ વિકેટ લઈને શ્રીલંકાને મેચમાં વાપસી કરાવી. જૉસ બટલરે 45 બોલમાં 69 રન બનાવીને ઇંગ્લેન્ડને સંભાળ્યું. 38મી ઓવરમાં હેમસ્ટ્રિંગમાં ખેંચાણને કારણે તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. તે સમયે ઇંગ્લેન્ડને 68 રનની જરૂર હતી. બટલર બાદમાં પાછા ફર્યો, પરંતુ માત્ર ચાર બોલ રમી શક્યો અને ઈજાથી પરેશાન દેખાતો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડ વાપસી કરી શક્યું નહીં. છેલ્લી ઓવરોમાં શ્રીલંકાની શાનદાર બોલિંગ બટલર મેદાનની બહાર ગયા બાદ શ્રીલંકાએ ઇંગ્લેન્ડ પર દબાણ વધારી દીધું. આગામી 60 બોલમાં શ્રીલંકાએ માત્ર એક બાઉન્ડરી આપી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી અને માત્ર 52 રન જ ઉમેરી શક્યું. વિલ જેક્સે 52 રન બનાવીને ઇંગ્લેન્ડને જીત અપાવવાનો પ્રયાસ કર્યો. 48મી ઓવરમાં તેમના છગ્ગાથી ઇંગ્લેન્ડની આશાઓ ફરી જીવંત થઈ, પરંતુ ત્યારબાદ શ્રીલંકાના બોલરોએ એક પણ બાઉન્ડરી આપી નહીં. ઈશાન મલિંગા અને દિલશાન મધુશંકાએ છેલ્લી બે ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને ઇંગ્લેન્ડને 305/9ના સ્કોરે રોકી દીધું. શ્રીલંકાએ 16 રને મુકાબલો પોતાના નામે કરી લીધો.
    Click here to Read More
    Previous Article
    Central Information Commission Recommends Paper-Wise UPSC Marks Disclosure
    Next Article
    શેર બજારમાં ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 73,600 અને નિફ્ટી 23,100 પર, ઓટો અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment