Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પંપ ઉપર અફવાઓના પગલે લાંબી લાઈનો લાગી:ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી - અધિક કલેકટર

    1 week ago

    ભાવનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવી આપવાના કારણે ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓ વહેતી થઈ છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ આ અંગે ભાવનગર અધિક કલેકટર એન.ડી.ગોવાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નિયમિત રીતે મળી રહ્યો છે, અફવાઓને કારણે લોકો પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો લગાવી રહ્યા છે, જે ટાળવી જોઈએ, વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ‘ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી’ તેને વધુમાં કહ્યું, સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. નાગરિકોએ ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવો અને પંપ પર બિનજરૂરી ભીડ કરવાનું ટાળો. ​નાગરિકોને નમ્ર અપીલ છે કે જવાબદાર નાગરિક તરીકે માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો:મહિલાઓને સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને કારકિર્દી વિકાસ પર માર્ગદર્શન આપવામાં આવ્યું
    Next Article
    અછતની અફવાને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ.:ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને અછતની અફવાને પગલે જૂનાગઢ સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો; તંત્રએ અફવાથી દૂર રહેવા કરી અપીલ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment