Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અછતની અફવાને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ.:ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને અછતની અફવાને પગલે જૂનાગઢ સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો; તંત્રએ અફવાથી દૂર રહેવા કરી અપીલ.

    1 week ago

    ​વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાશે તેવી આશંકા અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને કારણે જૂનાગઢના કાળવા ચોક સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી છે. લોકોમાં ભય છે કે આગામી દિવસોમાં ઈંધણ મળતું બંધ થઈ જશે, જેના કારણે સવારથી જ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ​જૂનાગઢના મુખ્ય ગણાતા કાળવા ચોક વિસ્તારમાં આવેલા બંને પેટ્રોલ પંપ પર વાહનોની કતારો એટલી વધી ગઈ હતી કે સામાન્ય દિવસો કરતા દોઢાથી બમણા વેચાણને કારણે પેટ્રોલનો જથ્થો શૂન્ય થઈ ગયો હતો. સ્ટોક ખાલી થઈ જતાં પંપ સંચાલકોને કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી. જોકે, સંચાલકોએ ખાતરી આપી છે કે રાત્રિ સુધીમાં નવી ગાડીઓ આવી જતાં પુરવઠો ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે. ​શું કહે છે પેટ્રોલ પંપના માલિક ? ​જૂનાગઢના પેટ્રોલ પંપ માલિક બ્રિજેશ કુકડીયાએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, "કંપની તરફથી પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સતત મળી રહ્યો છે, કોઈ અછત નથી. પરંતુ અફવાને કારણે લોકો જરૂર કરતા વધુ ઈંધણ ભરાવી રહ્યા છે, જેને લીધે સ્ટોક જલ્દી ખાલી થઈ જાય છે. અમુક પંપો પર ગાડી પહોંચવામાં વિલંબ થવાથી 2-3 કલાક માટે 'ડ્રાય' જેવી સ્થિતિ સર્જાય છે. હાલ અમારી પાસે ડીઝલ ઉપલબ્ધ છે અને પેટ્રોલની ગાડી રસ્તામાં છે, જે સાંજ સુધીમાં આવી જશે. ​રાજ્યભરમાં અસરો અને સરકારની એક્શન ​જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. પરિસ્થિતિ વણસતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતાને સંબોધતા કહ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે તમામ પંપો પર સપ્લાય ચાલુ રહે તેવી વ્યવસ્થા કરી છે. નાગરિકોએ પાયાવિહોણી અફવાઓમાં આવીને પંપો પર લાઈનો લગાવવાની જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ પંપ ઉપર અફવાઓના પગલે લાંબી લાઈનો લાગી:ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી - અધિક કલેકટર
    Next Article
    જામનગરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો:અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ; પૂરતો જથ્થો ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment