Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયામાં પેટ્રોલની અછતની અફવાએ સુરતમાં હોબાળો મચાવ્યો:પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કરાતો, પોલીસની સ્પીકર લગાવી સ્ટોક ઉપલબ્ધ ને શાંતિ જાળવવા અપીલ

    1 week ago

    સુરતમાં આજે અચાનક પેટ્રોલ ખૂટી જશે તેવી સોશિયલ મીડિયામાં વહેતી થયેલી એક અફવાએ ભારે હોબાળો મચાવ્યો છે. શહેરના વરાછા, કાપોદ્રા અને હીરાબાગ જેવા ગીચ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ગભરાટમાં આવેલા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ ડિઝલ ભરાવી રહ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કાપોદ્રામાં સ્થિતિ તંગ થતા પોલીસ બોલાવવી પડી કાપોદ્રા વિસ્તારમાં આવેલા જિઓના પેટ્રોલ પંપ પર સ્થિતિ એટલી હદે વણસી હતી કે સંચાલકોએ તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી. લોકોના ટોળેટોળા ઉમટી પડતા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી. પેટ્રોલ પંપના માલિક અને પોલીસ અધિકારીઓએ લાઉડસ્પીકર લગાવીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી. વહીવટી તંત્ર અને પંપ માલિકોએ સ્પષ્ટતા કરી છે કે, શહેરમાં પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને અછતની વાતો માત્ર પાયાવિહોણી અફવા છે. હીરાબાગ અને અન્ય વિસ્તારોમાં ડરનો માહોલ હીરાબાગ વિસ્તારમાં આવેલા HPના પેટ્રોલ પંપ પર પણ સવારથી જ અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો અડધાથી એક કલાક સુધી લાઈનમાં ઉભા રહીને પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવી રહ્યા હતા. લોકોમાં એવો ફાળ ફેલાયો હતો કે આગામી દિવસોમાં સપ્લાય બંધ થઈ જશે, જેના કારણે દરેક વ્યક્તિ વહેલી તકે પેટ્રોલ-ડીઝલ મેળવી લેવા માંગે છે. નાગરિકોને સોશિયલ મીડિયા પર વહેતા થતા ખોટા મેસેજ કે અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને બિનજરૂરી લાઈનો ન લગાવવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'આજે પણ પેટ્રોલ મળશે અને કાલે પણ મળશે, સ્ટોક છે':વ્યવસ્થા સંભાળવા ખાખી મેદાને, કહ્યું- ઝઘડા ન કરો, પેનિક થવાની જરૂર નથી, મીડિયા, મંત્રી, કલેક્ટર, પોલીસની અપીલ
    Next Article
    અમદાવાદમાં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો:મહિલાઓને સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને કારકિર્દી વિકાસ પર માર્ગદર્શન આપવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment