Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં શહીદ દિવસ નિમિત્તે પદયાત્રાનું આયોજન:એમ.પી. શાહ કોલેજ અને માય ભારત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

    5 days ago

    સુરેન્દ્રનગર ખાતે શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ અને ખેલ તથા યુવા મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત “માય ભારત – સુરેન્દ્રનગર” કચેરીના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ, 2026ના રોજ શહીદ દિવસ નિમિત્તે “શહીદ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને યુવા પેઢીમાં દેશપ્રેમ તથા રાષ્ટ્રીય જવાબદારીની ભાવના પ્રેરવાનો હતો. આ કાર્યક્રમની શરૂઆત કોલેજ પ્રાંગણમાંથી દેશભક્તિના નારાઓ સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો અને અધ્યાપકોએ એકતાના ભાવ સાથે આ પદયાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર પદયાત્રા દરમિયાન “શહીદો અમર રહો” અને “ભારત માતા કી જય” જેવા ઉર્જાસભર નારાઓથી વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. પદયાત્રા પૂર્ણ થયા બાદ કોલેજના પ્રાંગણમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓએ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કર્યું. ઉપસ્થિત સૌએ દેશસેવા, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. દિલીપભાઈ વજાણી, “માય ભારત – સુરેન્દ્રનગર” જિલ્લા યુથ ઓફિસર મિશાબેન ખટ્ટર, સામાજિક અગ્રણી ધર્મેશભાઈ રાઠોડ તેમજ કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા શહીદોના બલિદાનને વંદન કરી દેશપ્રેમના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન અને નેતૃત્વ ડો. રમેશભાઈ દાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ શહીદ પદયાત્રાએ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને સામાજિક જવાબદારીના મૂલ્યો પ્રત્યે નવી જાગૃતિ પેદા કરી છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી પોલીસ વિભાગમાં 15 PSIની આંતરિક બદલી:ચૂંટણી અને વહીવટી સરળતા માટે SP રાહુલ પટેલનો નિર્ણય
    Next Article
    સુરત પોલીસનું વિશેષ અભિયાન:ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સ દ્વારા 1000 કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટનું સુરક્ષા કવચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment