Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પોલીસ વિભાગમાં 15 PSIની આંતરિક બદલી:ચૂંટણી અને વહીવટી સરળતા માટે SP રાહુલ પટેલનો નિર્ણય

    5 days ago

    નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલે વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થા સુદ્રઢ કરવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓ પાછળ મુખ્યત્વે વહીવટી સરળતા અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. પોલીસ તંત્રને સજ્જ કરવા અને સંવેદનશીલ વિસ્તારો તેમજ મહત્વના પોલીસ સ્ટેશનોમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હેતુ છે. બદલી પામેલા અધિકારીઓમાં મરોલી, નવસારી ટાઉન, જલાલપોર અને ચીખલી જેવા મહત્વના સ્ટેશનના PSIનો સમાવેશ થાય છે. મુખ્ય બદલીઓ નીચે મુજબ છે: જિલ્લા પોલીસ અધિક્ષકના આ આદેશ બાદ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. આ બદલીઓથી જિલ્લાના પોલીસિંગમાં નવો વેગ આવશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી જાહેર: 1,08,999 મતદારો નોંધાયા:11 વોર્ડના 105 વિભાગોની વિગતો, 10 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ
    Next Article
    સુરેન્દ્રનગરમાં શહીદ દિવસ નિમિત્તે પદયાત્રાનું આયોજન:એમ.પી. શાહ કોલેજ અને માય ભારત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment