Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના કુવાદરમાં અનુસૂચિત જાતિના યુવક પર હુમલો:અંગત અદાવતની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પોલીસની ઢીલી કામગીરી રોષ

    1 week ago

    ભરૂચ જિલ્લાના કુવાદર ગામમાં અનુસૂચિત જાતિના એક યુવક પર જાહેરમાં હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માહિતી અનુસાર, કુવાદર ગામના મયુર જગદીશભાઈ પરમાર પર પ્રકાશ દેવજીભાઈ વસાવા અને અન્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય બોલાચાલી દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતાં જાહેરમાં મારામારી થઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ, આ પ્રકારની ઘટના ગામમાં પ્રથમવાર બની નથી; અગાઉ પણ આવી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પીડિત પક્ષે જણાવ્યું છે કે, આ મામલે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં, નબીપુર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા ગામમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલમાં શોર્ટેજથી 'ભડકો', પંપ પર લાંબી લાઈનો લાગી:વધુ એક માવઠાં માટે તૈયાર રહેજો; ટ્રમ્પે મોદીને કંટ્રોલમાં રાખ્યા છે- વડોદરામાં રાહુલની ગર્જના
    Next Article
    ગઢડાના રામપરામાં ગટરના પાણી રસ્તા પર:ગંદુ પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બનતા સ્થાનિકો પરેશાન, કાયમી ઉકેલની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment