Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના રામપરામાં ગટરના પાણી રસ્તા પર:ગંદુ પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બનતા સ્થાનિકો પરેશાન, કાયમી ઉકેલની માંગ કરી

    5 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. ગટરના દૂષિત પાણી રસ્તાઓ પર વહેતા થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની છે. આ ઉપરાંત, દૂષિત પાણીને કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ ઉભા થયા છે, જેનાથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરી છે. જોકે, તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ગટર સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના કુવાદરમાં અનુસૂચિત જાતિના યુવક પર હુમલો:અંગત અદાવતની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પોલીસની ઢીલી કામગીરી રોષ
    Next Article
    પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી જાહેર: 1,08,999 મતદારો નોંધાયા:11 વોર્ડના 105 વિભાગોની વિગતો, 10 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment