Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં કોંગ્રેસે નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી:પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આગેવાનો સાથે બેઠક યોજી

    1 week ago

    અમરેલીમાં આગામી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિત શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સામાજિક અને રાજકીય સ્થિતિ, સંગઠનાત્મક કાર્યક્રમો તથા ચૂંટણીના આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવીને સત્તાધારી પક્ષ સામે ચૂંટણી લડવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, તે ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો યથાવત છે. સત્તાવિહોણી કોંગ્રેસ ફરી સત્તા મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે અને પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકાના બોર પરથી કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો:મોતીપુરામાંથી બે આરોપી ઝડપાયા, રૂ. 1.07 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં વનવિભાગ સામે રોષ:ગીરના 1 કિમી વિસ્તારમાં હોમસ્ટે મુદ્દે સરકાર અને ખેડૂતો આમને-સામને, 'અમને વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો' આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment