Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાના વોર્ડ નં. 1 ના સરગવાડા ગામે હાલાકી:સરગવાડા ગામે કરોડોના વિકાસના દાવા પોકળ, સ્થાનિકો એ કહ્યું ગટરનું કામ શરૂ થયું ત્યારથી બેહદ ખરાબ રસ્તા અને પાયાની સુવિધાઓના અભાવે જનતા હેરાન

    6 days ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર 1 ના સરગવાડા ગામમાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. સરકાર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં, આ વિસ્તારના રહીશો વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત રહીને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરગવાડાથી હાઇવે સુધીનો દોઢ કિલોમીટરનો મુખ્ય રસ્તો અત્યંત દયનીય અને મોટા-મોટા ખાડાઓથી ભરાઈ ગયો છે. ભૂગર્ભ ગટરના કામ બાદ આ માર્ગની સ્થિતિ વધુ બદતર બની છે, અને ધોરાજી બાયપાસ બન્યા બાદ ડ્રાઇવિંગ ઝોન તેમજ ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ રસ્તો સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. ​સ્થાનિક રહીશ અંશુભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 25 વર્ષથી આ વોર્ડમાં રહે છે, પરંતુ અહીંની હાલત જોઈને ક્યારેય એવું લાગતું નથી કે આ કોઈ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 1 નો વિસ્તાર હોય. ચૂંટણી ટાણે નેતાઓ માત્ર મીઠી વાતો કરવા આવે છે પરંતુ ત્યારબાદ કોઈ સ્થળ મુલાકાતે આવતું નથી. ગામમાંથી કોઈ દર્દીને જૂનાગઢ લઈ જવું હોય ત્યારે રિક્ષાવાળાઓ પણ ભાડું ના પાડી દે છે, અને ચોમાસાની ઋતુમાં દ્વિચક્ર કે ત્રિચક્ર વાહન પર દર્દીને લઈ જવું અત્યંત જોખમી બને છે. તેમણે કલેક્ટર અને સત્તાધીશો સમક્ષ માંગ કરી છે કે આ રસ્તાનું વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે અન્યથા તેઓ ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરવા તૈયાર છે. ​રિક્ષા એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર મનપામાં ભળ્યાને બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ વિકાસ થયો નથી. અહીંથી રોડ ટેક્સ અને તમામ વેરા નિયમિત વસૂલવામાં આવે છે, છતાં રસ્તાઓની હાલત દયનીય છે. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવું જોઈએ. ​અન્ય સ્થાનિક રહીશ પિયુષ બોરીચાએ ઉમેર્યું હતું કે ખાડાઓના કારણે નાના બાળકોને શાળાએ જવામાં અને નોકરી-ધંધાર્થે જતા લોકોને રોજ ભારે મુશ્કેલી પડે છે.જૂનાગઢ મનપા માત્ર કાગળ પર ખાડા નગરી સમાન છે.જો મનપા આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ ન આપી શકતી હોય, તો સરગવાડા ગામને ફરીથી ગ્રામ પંચાયતનો દરજ્જો પાછો આપી દેવો જોઈએ જેથી ગામના લોકો પોતાના વિકાસના કાર્યો જાતે કરી શકે.
    Click here to Read More
    Previous Article
    10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર:સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા, રાજકોટમાં આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટક્યા
    Next Article
    પાટણના 300 મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર:પ્રમોશન, બદલી અને જોબ ચાર્ટની વિસંગતતાઓ સહિતના પ્રશ્નોને કારણે કામકાજથી અળગા રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment