Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલના વેજમા ગામની મહિલાઓ બની આત્મનિર્ભર:સરકારી સહાયથી આધુનિક ખેતી અપનાવી, ગુરુકૃપા સખી મંડળ એગ્રો સર્વિસ પ્રોવાઇડર બન્યું

    4 days ago

    પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાનું વેજમા ગામ આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અગાઉ આ ગામની ગરીબ અને સીમાંત ખેડૂત બહેનો માત્ર છૂટક ખેત મજૂરી પર નિર્ભર હતી. આજીવિકાના મર્યાદિત સાધનો અને આર્થિક તંગીને કારણે બાળકોનું શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ હતી. ખેતી માટે ટ્રેક્ટર કે અન્ય સાધનો ભાડે લાવવા માટે બીજા ગામ પર નિર્ભર રહેવું પડતું, જે ખર્ચાળ હોવાની સાથે સમયનો પણ વ્યય કરતું હતું. આ કપરી પરિસ્થિતિમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે ગામમાં ગુજરાત લાઈવલિહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) સંચાલિત મિશન મંગલમ (NRLM) યોજના અંતર્ગત 'ગુરુકૃપા સખી મંડળ'ની રચના થઈ. તાલુકા લાઈવલિહૂડ મેનેજર દ્વારા બહેનોને ખેતીવાડી વિભાગની ‘એગ્રો સર્વિસ પ્રોવાઇડર’ (કસ્ટમ હાઇરીંગ સેન્ટર) યોજનાનું માર્ગદર્શન મળ્યું. બારીઆ સંગીતાબેન વિજયભાઇ અને જૂથના અન્ય સભ્યોએ પંચસૂત્રનું પાલન કરી આ યોજનાનો લાભ લેવાનો મક્કમ નિર્ધાર કર્યો અને આધુનિક ખેતી તરફ ડગ માંડ્યા. સરકાર તરફથી મળેલી વિવિધ આર્થિક સહાય જૂથ માટે સંજીવની સમાન સાબિત થઈ. મિશન મંગલમ હેઠળ રૂ. 15 હજારનું રિવોલ્વિંગ ફંડ, બેંક તરફથી રૂ. 5 લાખની કેશ ક્રેડિટ લોન અને ગ્રામ સંગઠન દ્વારા મળેલ ફંડની મદદથી જૂથ દ્વારા કુલ રૂ. 7,94,713ના ખર્ચે ટ્રેક્ટર, કલ્ટીવેટર અને થ્રેશર જેવા ખેતીના આધુનિક સાધનોની ખરીદી કરવામાં આવી. ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ 5 વર્ષમાં કુલ 75% સહાયની મર્યાદામાં મળનારી રકમથી જૂથનો આર્થિક બોજ હળવો થયો. આ એગ્રો સર્વિસ સેન્ટર શરૂ થવાથી ગામના ખેડૂતોને વ્યાજબી દરે અને સમયસર ખેતીના સાધનો મળવા લાગ્યા. બીજી તરફ, ગુરુકૃપા સખી મંડળને આ પ્રવૃત્તિ દ્વારા વાર્ષિક રૂ.1,00,000થી વધુની આવક થવા લાગી છે. આર્થિક ઉન્નતિ થતા સભ્યોના બાળકોને સારું શિક્ષણ અને આરોગ્ય મળતું થયું છે. બહેનોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને તેઓ હવે માત્ર મજૂર મટીને ‘એગ્રો સર્વિસ પ્રોવાઇડર’ તરીકે ઓળખાય છે. ભવિષ્યમાં આ જૂથ ખેતીના વધુ અદ્યતન સાધનો વસાવીને પોતાની આજીવિકામાં વધુ વૃદ્ધિ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વેજમા ગામની આ સફળતા આજે આસપાસના અન્ય સખી મંડળો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની છે. આમ, રાજ્ય સરકારની યોજનાઓ અને નારી શક્તિની મહેનતનો સમન્વય થતા સાચા અર્થમાં 'આત્મનિર્ભરતા'ના દર્શન થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'વાલ્મિકી પિક્ચર્સ'ના શોએ રચ્યો ઈતિહાસ:'અમર યોદ્ધા' એ બેસ્ટ VFX’ની કેટેગરીમાં જીત્યો ટ્રુ વર્ટિકલ એવોર્ડ, ગુજરાતી પ્રોડ્યુસરે નવી મિસાલ સેટ કરી
    Next Article
    કરમસદ-આણંદ મનપાએ દબાણ હટાવ્યું:5 દુકાનો અને 1 છાપરું દૂર કરાયા, ટીપી સ્કીમ 10ના પ્લોટ નં.260નો 177 ચો.મી. કબજો પરત મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment