Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરમસદ-આણંદ મનપાએ દબાણ હટાવ્યું:5 દુકાનો અને 1 છાપરું દૂર કરાયા, ટીપી સ્કીમ 10ના પ્લોટ નં.260નો 177 ચો.મી. કબજો પરત મેળવ્યો

    4 days ago

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ ટીપી સ્કીમ 10ના ફાઇનલ પ્લોટ નંબર 260 પરથી દબાણ હટાવીને 177 ચોરસ મીટર જમીનનો કબજો પરત મેળવ્યો છે. આ કાર્યવાહીમાં પાંચ દુકાનો અને એક છાપરાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર, એસ્ટેટ વિભાગ દ્વારા આ પ્લોટ ખાલી કરવા માટે 15 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આ પ્લોટ મહાનગરપાલિકાની માલિકીનો હતો, જેના પર દબાણ કરીને દુકાનો અને છાપરું બનાવવામાં આવ્યું હતું. નોટિસની મુદત પૂરી થતાં જ આજે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. લોટીયા ભાગોળ પાસે, રાજ શીવાલય ટોકીઝની સામે આવેલા આ મુખ્ય કોર્નર પ્લોટ પરથી દબાણો દૂર કરાયા હતા. એસ્ટેટ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, આ દબાણો હટાવ્યા બાદ 177.00 ચોરસ મીટરનો પ્લોટ સંપૂર્ણપણે ખુલ્લો કરીને મહાનગરપાલિકાએ તેનો કબજો પરત મેળવી લીધો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલના વેજમા ગામની મહિલાઓ બની આત્મનિર્ભર:સરકારી સહાયથી આધુનિક ખેતી અપનાવી, ગુરુકૃપા સખી મંડળ એગ્રો સર્વિસ પ્રોવાઇડર બન્યું
    Next Article
    કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ:13 ટીમો દ્વારા ઘર નંબર આપવાની કામગીરી શરૂ, દરેક કર્મચારીને ઓળખપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment