Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણવિદો માટે ફિલ્મ મેનેજમેન્ટનું વિશેષ સેશન:ફાલ્ગુન ઠાકરે ફેકલ્ટી સભ્યોને મનોરંજન જગતમાં પડદા પાછળના મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા

    4 days ago

    અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રના ફેકલ્ટી સભ્યો માટે એક અનોખા શૈક્ષણિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 માર્ચના રોજ યોજાયેલ આ સેશનનો મુખ્ય વિષય "લાઇન પ્રોડક્શન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ" રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ AMAની 'ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ' શ્રેણીનો એક મહત્વનો હિસ્સો હતો, જેમાં શિક્ષણવિદોએ મનોરંજન ઉદ્યોગની ગૂંચવણો વિશે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી હતી. નિષ્ણાત વક્તાનું માર્ગદર્શન આ સેશનના મુખ્ય વક્તા તરીકે ફિલ્મ, નાટક અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા નિષ્ણાત ફાલ્ગુન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના બહોળા અનુભવનો ઉપયોગ કરી ઉપસ્થિત ફેકલ્ટીઓને જણાવ્યું હતું કે, ગ્લેમરથી ભરપૂર દેખાતા પડદા પાછળ મેનેજમેન્ટનું કેટલું ચોકસાઈપૂર્વકનું કામ હોય છે. તેમણે બજેટિંગથી લઈને ફિલ્ડ એક્ઝિક્યુશન સુધીના તમામ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. લાઇન પ્રોડક્શનના મહત્વના અંશો સેશન દરમિયાન લાઇન પ્રોડક્શનના વ્યવહારુ પાસાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં: રિસોર્સ મેનેજમેન્ટ: શૂટિંગ લોકેશન અને ટેકનિકલ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ. ક્રૂ મેનેજમેન્ટ: મોટી ટીમને કેવી રીતે હેન્ડલ કરવી અને સમયસર કામ પૂર્ણ કરવું. વાસ્તવિક પડકારો: ફાલ્ગુન ઠાકરે ફિલ્મ અને સિરિયલોના શૂટિંગ દરમિયાન આવતા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ અને તેના મેનેજમેન્ટલ સોલ્યુશન્સ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. શૈક્ષણિક હેતુ AMA ના PG પ્રોગ્રામ ઓફિસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એકેડેમિક ક્ષેત્રના પ્રોફેસરોને આધુનિક ઉદ્યોગોના વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરવાનો હતો. શિક્ષણવિદોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ફિલ્મ નિર્માણના ટેકનિકલ અને મેનેજમેન્ટલ પાસાઓને સમજ્યા હતા, જેથી તેઓ વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગના વાસ્તવિક જ્ઞાનથી અપડેટ કરી શકે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:પંપ સંચાલકોએ અફવાઓથી દૂર રહેવા કહ્યું, બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો જથ્થાની સંગ્રહખોરી ન કરવા અપીલ
    Next Article
    અરવલ્લી પોલીસ સામે આરોપીઓનો ટોચરનો ગંભીર આક્ષેપ:21 વર્ષીય યુવક દારૂના નશામાં મળ્યો, પોલીસ ચોકીથી ભાગી 7 કિમી દૂર ઇલેક્ટ્રિક ફેન્સિંગને અડતા મૃત્યુ પામ્યાનો પોલીસનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment