Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી પોલીસ સામે આરોપીઓનો ટોચરનો ગંભીર આક્ષેપ:21 વર્ષીય યુવક દારૂના નશામાં મળ્યો, પોલીસ ચોકીથી ભાગી 7 કિમી દૂર ઇલેક્ટ્રિક ફેન્સિંગને અડતા મૃત્યુ પામ્યાનો પોલીસનો દાવો

    4 days ago

    અરવલ્લીના મેઘરજ પોલીસ મથકે ગત ફેબ્રુઆરી મહિનામાં આરોપી ધર્મેશ પટેલ અને વિનોદ પારગી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આરોપી ઉપર આક્ષેપ છે કે આરોપીઓએ પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતર ફરતે કરેલી લોખંડની ફેન્સિંગમાં વીજ કરંટ ચાલુ રાખતા, તેમાં 21 વર્ષીય યુવક કિરણને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપી ઇલેક્ટ્રિક ફેન્સિંગને અડતા મૃત્યુ પામ્યો આરોપીના વકીલે જણાવ્યું હતું કે, અરવલ્લી પોલીસે મૃતક કિરણને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેને પોલીસ ચોકી લઈ જવાયો હતો. આરોપીનો ગુનો જામીન પાત્ર હોવાથી તેને પોતાના ઘરેથી જામીન માટે લોકોને બોલાવ્યા હતા. પરંતુ આ દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ આરોપી કુદરતી ક્રિયા કરવાનું કહીને પોલીસ ચોકીથી ભાગી છૂટ્યો હતો. ત્યાંથી 7 કિલોમીટર દૂર આવેલા ખેતરના ફેન્સિંગમાં કરંટ લાગવાથી, તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. મૃતકના શરીર ઉપર માર મારવાના નિશાન દેખાયા આરોપીઓનું કહેવું હતું કે કોઈ વાડ કે ફેન્સિંગ તેઓએ કરી નથી કે તેમાં કોઈ કરંટ પસાર કર્યો નથી. ખેતરની બાજુની ખુલ્લી જમીનમાં લાશ મળી આવ્યું હોવાની જાણ થવાથી તેમને પોલીસે જવાબ નોંધવા બોલાવ્યા હતા અને આરોપી બનાવી દીધા હતા. વળી મૃતકના શરીર ઉપર માર મારવાના નિશાન દેખાઈ રહ્યા છે. પોલીસ 7 કિલોમીટર સુધી કેવી રીતે ન પકડી શકી? હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આરોપીને પકદિને ફક્ત દોઢ કલાકમાં તેને કેવી રીતે છોડી દેવામાં આવ્યો? વળી જો તે પોલીસને થાપ આપીને ભાગવાની કોશિશ કરી હોય તો ચિક્કાર નશામાં રહેલા માણસને પોલીસ 7 કિલોમીટર સુધી કેવી રીતે ન પકડી શકી? મૃતક નશાની હાલતમાં 7 કિલોમીટર ચાલીને ગયો કેવી રીતે ગયો? આ સંદર્ભે કોર્ટે તપાસ પેપર મંગાવ્યા છે અને વધુ સુનાવણી 27 માર્ચે રાખી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણવિદો માટે ફિલ્મ મેનેજમેન્ટનું વિશેષ સેશન:ફાલ્ગુન ઠાકરે ફેકલ્ટી સભ્યોને મનોરંજન જગતમાં પડદા પાછળના મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા
    Next Article
    દહેગામમાં રોટરી ક્લબ-SMVS હોસ્પિટલનો નિદાન કેમ્પ:175 લોકોએ નિષ્ણાત ડોકટરોની સેવાઓનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment