Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:પંપ સંચાલકોએ અફવાઓથી દૂર રહેવા કહ્યું, બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો જથ્થાની સંગ્રહખોરી ન કરવા અપીલ

    6 days ago

    ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતીય અર્થતંત્ર પર દેખાઈ રહી છે. આ વૈશ્વિક તણાવને કારણે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં ઘટાડો થયો છે, જેના પરિણામે અનેક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લામાં ઈંધણની સ્થિતિ સામાન્ય હોવાના રાહતના સમાચાર છે. સુરત અને અમદાવાદમાં સર્જાયેલી અછત જેવી સ્થિતિ નવસારીમાં જોવા મળી નથી. નવસારીમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો હાલમાં સંપૂર્ણપણે રાબેતા મુજબ છે. સ્થાનિક પેટ્રોલ પંપો પર ઈંધણની કોઈ અછત નથી અને વાહનચાલકોને સરળતાથી ઈંધણ મળી રહ્યું છે. નવસારીના પેટ્રોલ પંપ સંચાલકોએ જનતાને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓ પર ધ્યાન ન આપવું. સંચાલકોના જણાવ્યા અનુસાર, ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ મળતો ઈંધણનો જથ્થો નિયમિત રીતે મળી રહ્યો છે. દરેક પંપ પર હાલમાં બેથી વધુ દિવસ ચાલે તેટલો પર્યાપ્ત સ્ટોક હાજર છે. સંચાલકોએ કોઈપણ પ્રકારના પેનિક બાઈંગ એટલે કે ગભરાટમાં આવીને સંગ્રહખોરીથી બચવા વિનંતી કરી છે, જેથી બિનજરૂરી ભીડ ટાળી શકાય. ઉલ્લેખનીય છે કે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. જેના કારણે ઓઈલ કંપનીઓએ મોટા શહેરોમાં સપ્લાય મર્યાદિત કરવાની શરૂઆત કરી છે. આ જ કારણ છે કે અમદાવાદ અને સુરતમાં લોકોમાં ગભરાટ ફેલાતા પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી રહી છે, પરંતુ નવસારી હજુ પણ આ સ્થિતિથી સુરક્ષિત છે. નવસારી પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ જસ્મીનભાઇના જણાવ્યા મુજબ હાલમાં નવસારીમાં પરિસ્થિતિ રાબેતા મુજબ છે અહીં બાઇક ચાલકો કે વાહન ચાલકોને જેટલો જોઈએ એટલો પેટ્રોલ ડીઝલનો પુરવઠો મળી રહ્યો છે, લોકોએ બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો જથ્થાની સંગ્રહખોરી કરવી નહીં.
    Click here to Read More
    Previous Article
    સુરત બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં હાઈકોર્ટનો કડક નિર્ણય:પૂનમ ભદોરીયાની FIR રદ્દ કરવાની અરજી ફગાવી, આત્મહત્યા દુષ્પ્રેરણાનો કેસ ચાલુ રહેશે
    Next Article
    શિક્ષણવિદો માટે ફિલ્મ મેનેજમેન્ટનું વિશેષ સેશન:ફાલ્ગુન ઠાકરે ફેકલ્ટી સભ્યોને મનોરંજન જગતમાં પડદા પાછળના મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment