Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના દબાણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ:રાયકા સર્કલ પાસે ફેરિયાઓનો હલ્લાબોલ અને તાનાશાહીના આક્ષેપો

    2 weeks ago

    ક્લીન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વહીવટી તંત્ર અને નાના રોજગાર ધરાવતા ફેરિયાઓ વચ્ચેનો સંઘર્ષ સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને લઈને શહેરમાં નવા વિવાદોએ જન્મ લીધો છે. ખાસ કરીને રાયકા સર્કલ અને તેની આસપાસની ગલીઓમાં જે પ્રકારે લારીઓ જપ્ત કરવામાં આવી છે, તેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના શાકભાજી તથા ફળ વિક્રેતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શેરીઓમાં ઉભી રહેતી શાકભાજી અને ફળની લારીઓને નિશાન બનાવી હતી છેલ્લા કેટલાક દિવસોથી સુરતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત રાયકા સર્કલ પાસે મનપાના દબાણ વિભાગનો કાફલો અચાનક ત્રાટક્યો હતો. સામાન્ય રીતે મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવાને બદલે આ વખતે તંત્રએ રહેણાંક વિસ્તારોની અંદરની શેરીઓમાં ઉભી રહેતી શાકભાજી અને ફળની લારીઓને નિશાન બનાવી હતી. દબાણ વિભાગના કર્મચારીઓએ કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર રસ્તાના કિનારે ઉભેલી લારીઓ ઉંચકીને ટ્રકમાં ભરી દીધી હતી. તંત્ર માત્ર ગરીબોને જ હેરાન કરવાનું જાણે છે જ્યારે દબાણ વિભાગની ટીમ શેરીઓમાં ઘુસીને લારીઓ ઉંચકવા લાગી ત્યારે સ્થાનિક વિક્રેતાઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. ફેરિયાઓનો આક્ષેપ છે કે, તંત્ર માત્ર ગરીબોને જ હેરાન કરવાનું જાણે છે. રાયકા સર્કલ પાસે વિક્રેતાઓએ મનપાની આ કામગીરીને તાનાશાહી ગણાવી હતી. શું ગરીબ માણસને જીવવાનો હક નથી? એક સ્થાનિક શાકભાજી વિક્રેતાએ રડમસ અવાજે જણાવ્યું હતું કે, "અમે રસ્તા પર ટ્રાફિક નથી કરતા, અમે ગલીઓમાં ઉભા રહીને પેટિયું રળીએ છીએ તેમછતાં મનપાના અધિકારીઓ અમારી આખી લારી ઉંચકી ગયા. હવે આખા દિવસની મહેનત અને મૂડી બંને ચાલી ગઈ છે. શું ગરીબ માણસને જીવવાનો હક નથી?
    Click here to Read More
    Previous Article
    બનાસ સિવિલમાં 'પેમ્ફિગસ' બીમારીની સફળ સારવાર:40 વર્ષીય મહિલા 40 દિવસમાં સ્વસ્થ, 6 મહિનાથી મોઢામાં ચાંદા અને શરીર પર પાણી ભરેલા ફોડલા રહેતા
    Next Article
    અડાલજના બટર ફ્લાય બ્રિજ નીચે અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું મોત:કલોલથી પરત ફરતા હતા ને અજાણ્યા વાહને ટક્કર મારી, અમદાવાદ-મહેસાણા હાઈવે ફરી રક્ત રંજિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment